ગોંડલના દેરડીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો

રાજકોટ તા. 26
ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામની સગીરાને ગામના જ શખ્સે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી આરોપી વિરૂધ્ધ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલના દેરડી કુંભાજી ગામે રહેતી દેરડી કુંભાજી ગામે રહેતી 15 વર્ષીય સગીરાને ગામનાં જ રહેતો રાજેશ ગોવિંદ મકવાણા નામનો લલચાવી ફોસલાવી ગત તાફ 20/2ના રોજ અપહરણ કરી ગયો હતો અને
સગીરા ઉપર તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે સગીરાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રાજેશ ગોવિંદ મકવાણા વિરૂધ્ધ એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ