કોટડા સાંગાણી: ભાજપી સરપંચના પુત્રએ મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું, અને બાદમાં ગેંગરેપ…

રાજકોટમાં વધુ એક ગેંગ રેપની ઘટના સામે આવી છે. કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે બંદૂકની અણીએ કારમાં અપહરણ કરી રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ પુત્રએ તેના મિત્રો સાથે મળી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પીડિતાની ફરિયાદ પરથી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન ચલાવી રહી છે અને બીજી તરફ રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ પુત્ર અને તેના મિત્રોએ સાથે મળી ગેંગરેપ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર બનાવ પર નજર કરીએ તો, રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામની પીડિતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી હતી અને ત્યાં તેમને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ કરી હતી. જે અંગે પોલીસે પીડિતાનું નિવેદન નોંધી તેમના પર દુષ્કર્મ આચરનાર ભાજપ અગ્રણી અને રામોદ ગામના સરપંચ પુત્ર અમિત પડાળીયા અને તેના બે મિત્રો વિપુલ સેખડા અને શાંતિ પડાળીયા સામે ગુનો નોંધી તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ