રૂ-કપાસ બજારમાં સૂસ્તી: ખાદ્યતેલો સ્થિર

રાજકોટ: તા.27
બજારમાં ખાસ ઘરાકી જોવા નહીં મળતા સીગંતેલ સહિતના ખાદ્યતેલોના ભાવ જળવાયેલા રહ્યા હતા. મગફળી, ખાંડ અને ચણા-બેસનના ભાવમાં સ્થિર વલણ રહ્યું હતું. એરંડા વાયદામાં અન્ડરટોન ટકેલો જોવા મળ્યો હતો. કોરોના વાયરસની અસરને કારણે રૂ-કપાસ બજારમાં સૂસ્તી વાળો માહોલ જણાતો હતો. વિદેશ નિતી પાછળ ભારતીય સોના-ચાંદી બજાર મનમોર રહ્યું હતું.
મગફળી
મગફળી બજારમાં ટકેલું વલણ જોવા મળ્યું છે. રાજકોટમાં મગફળી જાડી 1040-1050 અને મગફળી જીણી 1130-1140 ભાવ રહ્યા હતા. જયારે જૂનાગઢમાં 6000 ગુણીની આવકે જી10 21,500, જી20 21,500, ગુજરાત 37 22,100 અને પિલાણના ભાવ 19,500 ઉપર નોંધાયા હતા.
ખાદ્યતેલો
બજારમાં ઘરાકીનો અભાવ જણાતા સીંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. લૂઝના ભાવમાં પણ કોઈ ફેરફાર જણાતો નહોતો. રાજકોટમાં 5-7 ટેન્કરના કામકાજ વચ્ચે લૂઝના ભાવ 1175 જયારે 20-25 ગાડીના કામકાજ વચ્ચે કપાસીયા વોશ 765-768 ઉપર ભાવ રહ્યા હતા.
ટેકસપેઈડ સીંગતેલમાં બ્રાન્ડવાળાની ખાસ લેવાલી ના હોય ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. સાઈડતેલો પણ જળવાયેલા રહ્યા હતા. રાજકોટમાં 15 કિગ્રા નવા ટીન 2010-2020, 15 કિગ્રા લેબલ ટીન 1970-1980, 15 લિટર નવા ટીન 1870-1880, 15 લિટર લેબલ ટીનના ભાવ 1820-1830 ઉપર રહ્યા હતા. સાઈડતેલોના ભાવમાં કોઈ ફેરફાર નહી થતા કપાસીયા 15 કિગ્રા ટીન 1330-1360, 15 લિટર ટીન 1250-1260, વનસ્પતી ઘી 1120-1350, પામોલીન તેલ 1260-1270, કોપરેલ 2,400-2,500, દિવેલ 1,570, કોર્ન 1,330, મસ્ટર્ડ ઓઈલ 1,500-1,550 અને સનફલાવરના ભાવ 1,430 ઉપર રહ્યા હતા.
સીંગખોળ રાજકોટમાં 25,500 અને જૂનાગઢમાં 25,500 ઉપર રહ્યો હતો.
ખાંડ
ખાંડ બજારમાં ખાસ લેવાલી જોવા નહીં મળતા આવક અને ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો નહોતો. રાજકોટમાં 600 ગુણીની આવકે ખાંડમાં ડી ગ્રેડના ભાવ 3,650 – 3,850 અને સી ગ્રેડના ભાવ 3,820 – 3,870 ભાવ જોવા મળ્યા હતા.
ચણા-બેસન
કાચા માલની માંગના હોય ચણા-બેસન, બજારમાં ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હતું. રાજકોટમાં ચણા 4,300 – 4,400 બેસન 4,200-4,300 અને ચણા-દાળના ભાવ 5,400-5,600 ઉપર રહ્યા હતા.
એરંડા
એરંડા બજારમાં અન્ડરટોન ટકેલો રહ્યો હતો. નવા એરંડાની આવક ધીમે-ધીમે વધશે. માર્ચ મહિનાથી તીવ્ર વેગ આવે તેવી શકયતા છે. ત્યારે ભાવ દબાણ હેઠળ આવી જવાની સંભાવના વ્યકત થઈ રહી છે. જયારે 250 ટનના વેપાર વચ્ચે દીવેલના ભાવ 790-795 ઉપર રહ્યા હતા.
ગુજરાતમાં અંદાજે 40,000 ગુણીની, આવક સામે એરંડા રૂા.5 ઘટીને રૂા.735-750માં વેંચાયા હતા. સૌરાષ્ટ્રમાં 600 ગુણીની આવેક રૂા.30 ઘટીને 700-736માં વેપાર હતા. મુખ્ય બજારોમાં જગાણામાં શીપરની ખરીદી રૂા.765માં થઈ હતી. કડીમાં 760, કંડલામાં 760, માવજીહરી 760-765 અને ગીરનારના ભાવ 760-765 ઉપર રહ્યા હતા.
રૂ-કપાસ
કોરોના વાઈરસની અસર રૂ-કપાસ બજારમાં જોવા મળી હતી. રૂ-કપાસ બજારમાં સૂસ્તીવાળો માહોલ જણાતો હતો. રાજકોટમાં રૂ-ગાંસડી 39,000 – 39,200, કપાસીયા 415-435 જયારે માણાવદરમાં રૂ-ગાંસડી 38,800 – 39,200 અને કપાસીયા 440-450 ઉપર ભાવ રહ્યા હતા.
કપાસ બજારમાં દેશમાં 1,30,000 – 1,35,000 ગાંસડી, તેમજ ગુજરાતમાં 30,000 ગાંસડીની આવક જોેવા મળી હતી. સૌરાષ્ટ્રમાં 1,00,000 – 1,25,000 મણની આવકે સરેરશ ભાવ 930-1060 જયારે વાયદો 1065 ઉપર રહ્યો હતો.
સીંગખોળ રાજકોટમાં 880-1040, કડીમાં 1070-1090 અને માણાવદરમાં 920 ઉપર ભાવ જોવા મળ્યા હતા.
સોના-ચાંદી
વિદેશ નિતી પાછળ ભારતીય સોના-ચાંદી બજારમાં ભાવ મનમોર રહ્યા હતા. રાજકોટમાં ચાંદી પ્રતિ કીગ્રાએ ભાવ 47,900 રહ્યા હતા. જયારે સોનામાં સ્ટાન્ડર્ડ 43,950, 22 કેરેટના ભાવ 42,800 ઉપર જણાતા હતા. બિસ્કીટ 4,39,500 ઉપર ભાવ જણાતા હતા.

રિલેટેડ ન્યૂઝ