‘શ્રેષ્ઠ મહિલા ડેરી ફાર્મર-પશ્ર્વિમ ઝોન’નો એવોર્ડ કચ્છના લક્ષ્મીબેન મોટાને એનાયત

રાજકોટ, તા. 27
ઇન્ડિયન ડેરી એશોસિશેન દ્વારા 2019ના વર્ષનો દેશના ‘શ્રેષ્ઠ મહિલા ડેરી ફાર્મર-પશ્ર્ચિમ ઝોન’નો પ્રતિષ્ઠિત એવોર્ડ માહિ મિલ્ક પ્રોડયુસર કંપની લિમીટેડના દૂધ ઉત્પાદક સદસ્ય જિલ્લના લક્ષ્મીબેન મોટાને આપવામાં આવ્યો હતો. તાજેતરમાં જયપુર યોજાયેલી ડેરી એસોસિએશનની 48મી કોન્ફરન્સમાં ભારતીય ડેરી એશોસિશેન દ્વારા જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ જાહેર કરી આપવામાં આવ્યા હતા. જેમા માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડના દૂધ ઉત્પાદક સદસ્ય લક્ષ્મીબેન મોટાને શ્રેષ્ઠ મહિલા ડેરી ફાર્મર તરીકે પસંદ કરી એવોર્ડ એનાયત કરવામાં આવતા માહી કંપનીની યશકલગીમાં વધુ એક પિચ્છ ઉમેરાયું છે.
ભારતીય ડેરી ઉદ્યોગની પ્રગતિ અને વિકાસના મહિલા પશુપાલકોનો ફાળો અમૂલ્ય છે. મહિલા પશુપાલકો દશેના ગરીબ પરિવારોના જીવન ધોરણ સુધારણા માટેનું મુખ્ય ચાલક પરિબળ છે. મહિલાઓના યોગદાનને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તે માટે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા પસંદગીના માપદંડો ધ્યાને લઇને દર વર્ષે જુદા જુદા ચાર ઝોનમાંથી એક એક મહિલાઓની પસંદગી કીરને શ્રેષ્ઠ ડેરી ફાર્મરના એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ભારતીય ડેરી એસોસિએશનની જયપુર ખાતે યોજાયેલી 48ીમ કોન્ફરન્સમાં દેશના દરેક ઝોનમાંથી 2019ના વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ડેરી ફાર્મરની નમોની જાહેરાત કરી તેમને એવોેર્ડ અપર્ણ કરવામાં આવ્યા હતા. જેમાં પશ્ર્ચિમ ઝોનમાંથી કચ્છના માંડવી તાલુકાના બાગ ગામના લક્ષ્મીબેન મોટાની પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્રના પશુપાલન ડેરી વિભાગના સચિવ અતુલ ચતુર્વેદી, એન્ડ ડી.ડી. બી.ના ચેરમેન દિલીપ રથ. નેશનલ ડેરી રિર્સ્ચ ઇન્સ્ટીટટ્યૂટના ડાયરેકટર ડો. એમ.એસ.ચૌહાણ, ઈન્ડિયન ડેરી એસોિએશનના પ્રમુખ ડો. જી.એસ.રાજોસિયા, સુખબીરસિંહ માન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાજ માહી મીલ્ક પ્રોડયુસર કંપનીને એગ્રીકલચર ગ્રૂપ દ્વારા બેસ્ટ કંપની ઇન ઇમ્પેકટ’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેન ગણતરીના દિવસોમાં જ માહી કંપની કચ્છના મહિલા દૂધ ઉત્પાદક સદસ્યને શ્રેષ્ઠ મહિલા ડેરી ફાર્મર%-પ્રશ્ર્ચિમ ઝોનનો એવોર્ડ એનાયત કરવામા આવતા યશકલગીમાં વધુ એક પિચ્છ ઉમરાયું છે.

રિલેટેડ ન્યૂઝ