રાજકોટમાં અંબાજી માતાજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ

રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અંબાજી માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ થયો છે દિવ્ય જ્યોતનું રાજકોટમાં આગમન થયા બાદ આજે સવારે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ, વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ, જવાનો અને તેમના પરિવારજનોની હાજરીમાં મા અંબેની મૂર્તિની નગરયાત્રા યોજવામાં આવી હતી. હેડ ક્વાટરથી નીકળેલી માતાજીની આ નગરયાત્રા રેસકોર્સ રિંગ રોડ ઉપર ફરી હતી માતાજીની દિવ્ય અને ભવ્ય મૂર્તિના દર્શન કરી સૌ ભાવવિભોર બન્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગઈકાલે સાંજે એક શામ રક્ષકોકે નામ સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના આ ભવ્ય કાર્યક્રમમાં શહેરીજનોને ઊમટી પાડવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બપોરે હવન યોજાયો હતો. સાંજે પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ મહાઆરતી કરી હતી. (તસવીર: પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ