અનાથ બાળકીને ક્લેકટરે દત્તક લીધી

રાજકોટ તા.28
રાજકોટ ભાવનગર હાઇવે ઉપરથી મળી આવેલ માસુમ ફૂલ જેવી બાળકીને કલેકટર રેમ્યા મોહને દત્તક લેવાની જાહેરાત કરી છે સાથોસાથ તેને જરૂર પડ્યે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર ઠેબચડા ગામની સીમમાં એક કૂતરું મોઢામાં માસુમ બાળકીને લઈને જતું નજરે પડતા જાગૃત નાગરિકે તે બાળકીને બચાવી સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડી હતી અને ત્યાં તેને કે ટી ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી આ બાળકીને પ્રથમ શહરિરે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાની પોલીસે શંકા દર્શાવી હતી પરંતુ બાદમાં બાળકીને શરીરના ભાગે જે ઇજાના નિશાન હતા તે કૂતરાએ જ બટકા ભર્યા હોવાનો એફએસએલ રિપોર્ટ આવ્યો હતો આજી ડેમ પોલીસે બાળકીને અસુરક્ષિત રીતે ત્યજી દઈ નાશી છૂટેલ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી શોધખોળ હાથ ધરી હતી ત્યારે ગઈકાલે ગુજરાત મિરર દ્વારા બાળકીનો ફોટો અને આ બાળકીનું કોણ, તેને કોણ લેશે દત્તક તે પ્રકારનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે હૃદયદ્રાવક તસ્વીર જોઈને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને બાળકીને દત્તક લેવાની જાહેરાત કરી છે.
આ બાળકીને દત્તક લઈને તેનું પાલન પોષણ કરવાની, રહેવાની અને ભણવાની જવાબદારી ઉઠાવી
છે હાલ બાળકી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેને જરૂર પડ્યે વધુ સારવાર અર્થે અમૃતા હોસ્પિટલમાં પણ ખસેડવાની તૈયારી કલેકટર દ્વારા દર્શાવવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ