રાજકોટ અને ભાવનગર રેલવેએ નોન AC કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા

કોરોના વાયરસની મહામારીને લઇને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરમાં આવ્યા છે. પરંતુ પરિસ્થિતિ વધુ વણશે તેની તૈયારીના ભાગરૂપે રાજકોટ અને ભાવનગર રેલવે દ્વારા કોચમાં આઇસોલેશન વોર્ડ બનાવવાની કામગીરી હાથ ધરી છે. લાંબા સમયથી પડી રહેલા નોન એસી કોચમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે
ટ્રેનના 20 જેટલા નોન એસી ડબ્બામાં આઇસોલેશન વોર્ડ તૈયાર થઇ રહ્યા છે. ઓખા, હાપા અને રાજકોટ રેલવે દ્વારા આ કામગીરી હાથ ધરાઇ છે. આઇસોલેશન વોર્ડ માટે કોચમાં મિડલ બર્થને કાઢી દરેક કંપાર્ટમેન્ટને પ્રાઇવેટ રૂમની જેમ બનાવવામાં આવી રહ્યા છે.
ડોક્ટરની સલાહ પ્રમાણે કોચમાં જરૂરી પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. જેમાં સારવાર માટેના જરૂરી ઉપકરણો લગાવવામાં આવશે. કોચના ટોઇલેટને બાથરૂમમાં પરિવર્તિત કરવામાં આવશે. બાથરૂમમાં ડોલ, ટબ રાખવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ