સૌરાષ્ટ્રમાં ભોજન-રાશન કીટનું વિતરણ 9માં દિવસે પણ યથાવત

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકડાઉનના પહેલા દિવસથી જ ગરીબ પરીવારો માટે ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ રાશન કીટ વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકડાઉનનાં સતત 9માં દિવસે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. અને આ સેવા યજ્ઞ લોકડાઉન સુધી અવિરત રહેશે તેવું સેવાભાવી લોકો ગરીબ પરીવારોને કહી રહ્યો છે. ઉપરોકત તસ્વીરો તેની ગવાહી પુરે છે.
(તસવીર:- જગદીશ પંડયા-ગાંધીધામ, સચીન આશરા-કાલાવાડ, અમીત કાનાણી-ભાટીયા, સરદારસિંહ ચૌહાણ-તાલાલા)

રિલેટેડ ન્યૂઝ