મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ ખાતે કોરોના સંદર્ભે સમિક્ષા બેઠક યોજી

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ: તા.10
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે સોમનાથ ખાતે આવી જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે અંગે તકેદારી લેવા અને તેનો સખ્તાઇથી અમલ કરવા અધિકારીશ્રીઓને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીને ગીર-સોમનાથ જિલ્લામાં તા. 10/07/2020 સુધીમાં કુલ 136 કોરોનાના કેસ નોંધાયેલ છે. જે પૈકી અન્ય જિલ્લાનાં 28, ગીર-સોમનાથના 108 કેસ છે. જેમાંથી ગીર-સોમનાથના 65 અને અન્ય જિલ્લાનાં 13 દર્દીઓ એમ કુલ 78 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ એકટીવ કેસ 53 છે. તેવી વિગતો જિલ્લા કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ કોરોનાના વધતા કેસો અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી આરોગ્ય સેવામાં કોઇ કચાસ ન રહે તેની તકેદારી લેવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટર, રેન્જ ડિ.આઇ.જી., જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અધિકારીઓની બેઠક બાદ સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઝવેરીભાઇ ઠકરાર પાસેથી પણ જિલ્લાની વિગતો
મેળવી હતી.

રિલેટેડ ન્યૂઝ