મૂળી સ્વામિનારાયયણ મંદિરે વસંત પંચમીએ વિવિધ કાર્યક્રમ

સરા તા. 29
મૂળી સ્વા.મંદિરે વસંતપંચમીના રંગોત્સવમા લાખોની સંખ્યામા હરિભકતો ઉમટી પડી હરિરંગમા રંગાશે પાટોત્સવ ની ઉજવણી શિક્ષાપત્રીનુ પઠન છપ્પનભોગ આચાર્ય ભંગવતની પાવન નિશ્રામા રંગોત્સવ મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમોમા હરિભકતોનુ ધોડાપુર ઉમટી પડશે મૂળી સ્વા.મંદિરમા વસંત પંચમીના મહાસુદ-5 સને 1879મા મૂળી મંદિરમા રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજની પધરામણી કરી હરિએ જણાવેલ કે વસંતપંચમીના દિવસે જે હરિભકતો મૂળી મંદિરના દર્શન કરશે તેને ભારત વર્ષના તમામ તિર્થોની યાત્રાના દશવારનુ ફળ મળશે અને તેમની મનોકામના સિધ્ધ થશે તેવી લોકવાયકા વણાયેલ હોય ત્યારે સમગ્ર પંથક માથી હજારો હરિભકતો ઉમટી પડતા હોય છે દેવોના 197મા પાટોત્સવ ની ઉજવણી સાથે વ્હેલી સવારે 6.30 કલાકે પાટોત્સવ અભિષેક 7.30 કલાકે સ્વા. ભગવાને સ્વંય રચિત વિશ્ર્વ સમક્ષ મુકેલી શિક્ષાપત્રી નુ પઠન અને સંતોના મુખેથી તેનો મહિમા પુજા આરતી 8.00 કલાકે છપ્પનભોગ મહાઅન્નકુટ અને પ.પુ આચાર્યશ્રી કૌશલ્ય પ્રસાદ જી શ્રી લાલજી મહારાજ પુ અજેન્દ્રપ્રસાદજી સહિત અનેક સંતો સાખ્યોગી બહેનોની હાજરીમા રંગભીના રંગોત્સવના હરિરંગમા હજારો હરિભકતો રંગાઇ જશે મહાપ્રસાદ સાથે સંતોના આર્શિવચન મેળવી હરિભકતો ધન્ય બની જશે.

રિલેટેડ ન્યૂઝ