ધ્રાગધ્રાના રહેણાંક મકાનમાંથી 4.11લાખનો વિદેશી દારૂ પકડાયો

ધ્રાગધ્રા, તા.5
ધ્રાંગધ્રા શહેરમા ચોતરફ દારુ ની રેલમછેલ જોવા મળી રહી છે તેવામાં સ્થાનિક પોલીસ જાણે દારુ વેચાણ સામે લીલીઝંડી આપી હોય તે રીતે સ્થાનિક સીટી પોલીસ સ્ટેશનની બરોબર પાછળ દેશીદારુની ધોમ વેચાણ થાય છે વળી સબજેલની સામે પણ કેટલાક સમયથી દેશીદારુની ખુલ્લેઆમ વેચાણ ચાલતુ હોય આમ પોલીસ સ્ટેશન આસપાસ પાંચસો મીટરના વિસ્તારમા એક નહિ પણ ત્રણ-ત્રણ દેશીદારુની અડ્ડા ચાલે છે વળી સ્થાનિક પોલીસ દારુ બાંધીને બણગા ફૂંકતી જાહેરમાં દેખાય છે. તેવામાં સ્થાનિક પોલીસની બેમીઢે વાતો અને હાથીના દાંત લગાડવાના તથા ચાવવાના જુદા જેવી નિતીને લઇને હવે સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બીના ધ્યાન ધ્રાગધ્રા પંથક તરફ કેન્દ્રિત થયુ છે. જ્યારે ગઇકાલે સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બીના પીઆઇ ડી.એમ.ઢોલ, કુળદીપસિહ ઝાલા, સંજયભાઇ પાઠક, નિકુલસિંહ, સહિતના ઓ ધ્રાગધ્રા ટાઉનમાં પેટ્રોલીંગ કરતા હતા તેવા સમયે ચોક્કસ બાતમી મળેલ કે ધ્રાંગધ્રા શહેરના હાઉસીંગ વિસ્તારના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની ગેરકાયદેસર જથ્થો સંતાડેલો હોય જે આધારે એલ.સી.બી સ્ટાફે હાઉસીંગ ખાતે દરોડો કરી વશીમ અનવરભાઇ કટીયાના રહેણાંક મકાનમાથી વિદેશીદારુની નાની-મોટી બોટલો કુલ 95 પેટી મળી આવી હતી જેની કિમત 411200 ગણી હતી જોકે દરોડા દરમિયાન એક પણ બુટલેગર પોલીસને હાજર મળી આવેલ ન હતો જેથી મકાનમાલિક વશીમ અનવરભાઇ કટીયા તથા દારુના જથ્થાનો માલિક બુટલેગર રફીક મુશાભાઇ બાબરીયા એમ બંન્ને નામચીન બુટલેગરો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ