સુરેન્દ્રનગરની આંગડિયા કર્મચારી પર હુમલો કરી લુંટનાં બે શખ્સો ઝડપાયા

વઢવાણ,તા.10
બે દિવસ પહેલા સુરેન્દ્રનગર હેન્ડલુમથી ટાવરવાળા મેઇન રોડ ઉપર આવેલ માધવલાલ મગનલાલ આંગણીયા પેઢીની ઓફીસમાં બનેલ લુંટના બનાવમાં સંડોવાયેલ આરોપીઓને સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.
તાજેતરમાં ગઇ તા.8/2ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર હેન્ડલુમથી ટાવરવાળા મેઇન રોડ ઉપર પ્રફુલ સાયકલ સ્ટોરની સામે દ્વારકેશના ડેલામાં પેલા માળે માધવ મગન આંગણીયા પેઢીની ઓફીસમાં આંગણીયા પેઢીના કર્મચારી અરજણભાઇ વજુભાઇ રબારી રહે. બજરંગપુરા તા.લખતરવાળા એકલા હાજર હતા તે વખતે અજાણ્યા બે ઇસમો જેમાં આશરે 20 થી 22 વર્ષનો અજાણ્યો ઇસમ તથા આશરે 18 વર્ષનો અજાણ્યો ઇસમ આંગણીયું કરવાના બહાને આવી આંગણીયાના કર્મચારી અરજણભાઇને માથાના ભાગે હથોડીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી રૂ.1,60,000ની લુંટ કરી નાશી ગયેલ હતા.
જેથી સુરેન્દ્રનગર ડીવીઝનના ઇ-ચા. નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાની આગેવાનીમાં એલસીબી શાખા સુરેન્દ્રનગરનાઓની એક ટીમ તથા સુરેન્દ્રનગર સીટી એ ડીવી પો.સ્ટે.ની બે ટીમ બનાવેલ અને ત્રણેય ટીમો દ્વારા આ કામની બનાવની જગ્યાના સીસી ટીવી કુટેજ આધારે તેમજ ટેકનીકલ સોર્સની મદદથી લુંટને અંજામ આપનાર આરોપીઓ ઘનશ્યામભાઇ રમણીકભાઇ સતવારા (પ્રજાપતિ) (રહે.બોટાદ), પંકજભાઇ હીરાલાલ રાજગોર (રહે.બોટાદ) મુળ રહે.મધ્યપ્રદેશવાળાઓને ટેકનીકલ સોર્સથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી ઘનશ્યામભાઇ રમણીકભાઇ પ્રજાપતિ સુરેન્દ્રનગરમાં અગાઉ કામ કરતો હતો.

રિલેટેડ ન્યૂઝ