શાળા સંચાલકે છેડતી કરતા વિદ્યાર્થીનીએ હાથની નસ કાપી હોસ્ટેલના ધાબા ઉપરથી પડતું મુકયું

વઢવાણ,તા.11
ચોટીલાની કમલ વિદ્યાલયની હોસ્ટેલમાં અભ્યાસ કરતી સગીરાઓની શાળાના સંચાલક દ્વારા શારીરિક અડપલા કરી વાસના સંતોષવાનો પ્રયાસ કર્યાના બનાવે ચોટીલામાં ભારે ચકચાર મચાવી દીધો હતો. એક સગીરા દ્વારા હાથની નસ કાપીને હોસ્ટેલના ધાબા ઉપરથી નીચે પડી જીવન ટુંકાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ ચોટીલાની કમલ વિદ્યાલયના સંચાલક બટુક ભટ્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી હોસ્ટેલમાં અભ્યાસ કરતી બાળાઓની છેડતી કરવામાં આવતી હતી. જેમાં આજે બપોરના સમયે એક સગીરા સંચાલકના ત્રાસથી પોતાના હાથની નસ કાપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળતા ન મળતા હોસ્ટેલના ધાબા ઉપરથી નીચે પડવાનો પ્રયાસ કરતા અન્ય બાળાએ સગીરાને બચાવી લીધી હતી અને સમગ્ર બનાવની જાણ પોતાના વાલીને કરવામાં આવતા આજે વાલીઓનું ટોળું કમલ વિદ્યાલય ખાતે દોડી આવીને સંકુલ ધમાલ મચાવી મુકી હતી.
સંકુલની બસ અને બારી બારણાના કાચ તોડી રોષ વ્યકત કર્યો હતો. તમામ વાલીઓ પોલિસ સ્ટેશન પહોંચી લંપટ સંચાલક સામે ફરીયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ