ધ્રાંગધ્રામાં 40 દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની આત્મવિલોપનની ધમકી-દોડધામ

ધ્રાગધ્રા તા. 13
ધ્રાગધ્રા ઉઈઠ કંપની સામે છેલ્લા 40 દિવસથી કેટલાક કામદારોએ હડતાલ શરુ કરી છે. તેઓની મુખ્ય માંગ પોતાને કાયમી કરવા, સિનિયોરીટી મુજબ કંપનીમાં કામ આપવા સહિતની છે. અગાઉ ઉઈઠના કામદારો દ્વારા હડતાલ કરાઇ હતી પરંતુ જે તે સમયે કંપનીના સંચાલકો દ્વારા કામદારોને હડતાલ સમેટવા માટે લોલીપોપ અપાયો હતો. જ્યારે બાદ કામદારોને માંગ લાંબા સમય સુધી સ્વીકારવામાં નહિ આવતા ફરીથી આંદોલનની શસ્ત્ર ઉગામાયુ હતુ. આ વખતે આંદોલનકતાઁ કામદારો દ્વારા પોતાના આંદોલનના “આર-પારની લડાઇ”નુ સુત્ર આપ્યુ છે જેથી કંપનીના સત્તાધીશોને જાણ થઇ ગઇ છે કે હવે કામદારો પોતાની માંગ સ્વિકાયાઁ બાદ જ આંદોલન સમૂટશે જેથી કંપની સામે છાવણી નાખી બેઠેલા અંદાજે 100થી પણ વધુ કામદારો દ્વારા છેલ્લા 40 દિવસથી હડતાલ શરુ કરી છે. જ્યારે આ હડતાલ સમય દરમિયાન કંપનીના સત્તાધીશો દ્વારા કામદારોને માંગ અથવા તેઓની સાથે વાટાઘાટો કરવા માટેનો સમય નથી મળ્યો જોકે કામદારો દ્વારા આંદોલન શરુ કયોઁ ત્યાંરથી અત્યાર સુધીમાં અધઁનગ્ન હાલતમાં સુત્રોચ્ચાર, મુંડન કરાવી વિરુધ્ધ પદઁશન કરાયુ હતુ છતા પણ સત્તાધીશોની આંખ નહિ ખુલતા આંદોલન પર બેઠેલા કામદારો પૈકી ત્રણ કામદારો દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. એક સાથે ત્રણ કામદારોએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવાની જાણ તંત્રને થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ખડે પગે રહ્યો હતો. સ્થાનિક ડી.વાય.એસ.ની, સીપીઆઇ, સીટી તથા તાલુકાના પીઆઇ સહિત તમામ પોલીસકમીઁઓ હાજર રહી આત્મવિલોપન કરતા કામદારોને રોકવા મહેનત હાથ ધરી હતી જોકે આત્મવિલોપનની ચિમકી આપેલ ત્રણ કામદારો પોલીસથી દુર હોવાથી પોલીસે આત્મવિલોપન થાય તે પહેલા આ ત્રણેયને શોધવા પાતાળ અને આકાશ એક કરી નાખ્યુ હતુ. આ તરફ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારનાર ત્રણેય આંદોલનકારીઓએ આત્મવિલોપનનો સમય નહિ જણાવતા આખા દિવસ દરમિયાન પોલીસ અધિકારીઓ હડતાલ છાવણી પાસેથી જરા પણ ઢગ્યા ન હતા.
(બોક્સ)
ઉઈઠ કંપની સામે પોતાની માંગને લઇને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા શખ્સો (1) ખીમજી લક્ષમણમાઇ સોલંકી (2) ગોવર્ધન ઉકાભાઇ પરમાર (3) ભરત ખાતામાં રાઠોડના સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ