ધ્રાગધ્રાના પૌરાણીક રામમહેલ મંદિર ખાતે વૃધ્ધાશ્રમ પ્રસાદધારી

ધ્રાગધ્રા: આજના યુગમાં સંપતિ માટે સગાભાઇ એકબીજાના દુશ્મન બની જાય છે ત્યારે એક નેસનલરાઇસ સંસ્થાના આકડા મુજબ ગુજરાત રાજ્ય સહિત દેશમા ત્યજેલા માતા-પિતાની સંખ્યા વધી છે જેના લીધે વૃધ્ધાશ્રમમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જોકે આપણા દેશ અને ખાસ કરીને ગુજરાત રાજ્યની સંસ્કૃતિ હજુ ક્યાંકને ક્યાંક જીવંત છે પરંતુ રાજ્યના કેટલાક મહાનગરોમાં માતા-પિતાના આદરની સંસ્કૃતિ લુપ્ત થતી દેખાય છે જેથી સંતાનોને વષેઁ સુધી સાચવીને શિક્ષણ સહિત તમામ સુખ સુવિધા પુરી પાડેલા માતા-પિતાને ત્યજી છે આવા અનેક ઘરડા માતા-પિતાની એક માત્ર પોતાના સંતાનનો આશરો પણ ગુમાવતા અંતે તેઓને વૃધ્ધાશ્રમનુ શરણું લેવુ પડે છે. તેવામા ઝાલાવાડ પંથકમા આવા કેટલાક માતા-પિતા જેઓને પોતાના સંતાનોએ ત્યજી દીધા હોય તેવા ઘરડા વૃધ્ધ લોકોને આશ્રય આપવા માટે ધ્રાગધ્રા ખાતે આવેલા આશરે 300 વષઁ પૌરાણીક રામ મહેલ મંદિર ખાતે વૃધ્ધાશ્રમ નિમાઁણ કાયઁ હાથ ધરવામાં આવ્યુ છે. પૌરાણીક રામ મહેલ મંદિરના મહંત 1008 મહા મંડલેશ્વર શ્રી મહાવીરદાસજી દ્વારા વૃધ્ધાશ્રમ નિમાઁણ માટે ભુમિ પુજન હાથ ધરાયું હતુ. આ પ્રસંગે મહંત મહાવીર દાસજી દ્વારા જણાવાયુ હતુ કે ઝાલાવાડ પંથકમાં એક માત્ર અને સૌપ્રથમ વૃધ્ધાશ્રમ નિમાઁણનુ કાયઁ હાથ ધરાયું છે.
સાથે રામ રોટલો એટલે કે ભૂખ્યાને વિનામુલ્યે ભોજન કરાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. વૃધ્ધાશ્રમ આશરે 30થી વધુ ઘરડા માતા-પિતા આજીવન રહી શકે તેવી વ્યવસ્થા કરવામા આવશે તેમ જણાવી વધુમાં મહંત મહાવીરદાસજી દ્વારા જણાવાયુ હતુ કે પોતે પણ એવુ જ ઇચ્છે છે કે ઝાલાવાડ પંથકના તમામ યુવાવગઁને ઇશ્વર એવી સદબુધ્ધી આપે કે પોતાના માતા-પિતાને ક્યારેય પણ આ વૃધ્ધાશ્રમની જરુર ન પડે છતા હાલના સમયમા વૃધ્ધ ઘરડા લોકો જેના પરિવારમાં પોતે એકાંતનો જીવન વિતાવે છે અને જુદા-જુદા વિસ્તારમા રખડીને પોતાનુ પેટ ભરે છે તેવા લોકો માટે આ વૃધ્ધાશ્રમનુ નિમાઁણ થઇ રહ્યુ છે. હાલ વૃધ્ધાશ્રમનુ નિમાઁણ માટે ભુમિ પુજન કરાયુ છે જ્યારે તારીંખ:- 19ફેબ્રુઆરીના રોજ ખાતમુહુઁત હાથ ધરી ઝડપથી કાયઁ પુણઁ થાય તેવી આવા સાથે સેવાકીય લાભ મળે અને પ્રસાદઘર તથા વૃધ્ધાશ્રમનુ લાભ લેવાય તેવી આશા વ્યક્ત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ