દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો મલ્ટીપલ મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ મળી આવ્યો

વિશ્ર્વ પર કોરોનાના વધુ એક વેરિઅન્ટનું આક્રમણ

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓની બેઠકમાં ચર્ચા, ડેલ્ટા વેરિઅન્ટ કરતા પણ ખતરનાક હોવાનો દાવો

જહોનિસબર્ગ તા.25
દક્ષિણ આફ્રિકામાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે આજે અહીંના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, તેમને કોવિડ-19ના કેટલાય મ્યુટેશનવાળા નવો વેરિઅન્ટ મળી આવ્યો છે.
આજે તાત્કાલિક બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં વાયરોલોજિસ્ટ ટયુલિયો ડી.ઓલિવેરાએ માહીતી આપતા જણાવ્યું હતું કે, દુર્ભાગ્ય છે કે અમને એક નવો વેરિઅન્ટ મળ્યો છે જે દક્ષિણ આફ્રિકા માટે ચિંતાજનક છે.
આ અગાઉ આજે જ ડબલ્યુંએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગ્ોના ઇઝેશન)ના અધિકારીઓની બેઠકમાં દક્ષિણ આફ્રિકા અને તેના પાડોશી દેશ બોટ્સવાનામાં ફેલાઇ રહેલા નવા વેરિઅન્ટ બી-1,152 વિશે ચર્ચા કરવામાં આવી. યુસીએલ જેનેટિક્સ ઇન્સ્ટિટયુટના ડાયરેકટર ફ્રેન્કોઇસ બ્લૌક્સના સાયન્સ મીડિયા સેન્ટરમાં પ્રકાશિત નિવેદન પ્રમાણે આ વેરિઅન્ટ સંભવત: ક્રોનિક ઇન્ફેકશનવાળા કોઇ એચઆઇવી એઇડસના દર્દીમાં પેદા થયા થયેલ છે.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર કોમ્યુનિકેશન ડીસીઝ મુજબ દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં આ નવા વેરિઅન્ટના 22 કેસ મળી આયા છે. હજુ ડેટા મર્યાદિત છે. અને વૈજ્ઞાનિકો સંક્રમણ ફેલાવવાની તેની ક્ષમતા ચકાસવામાં વ્યસ્ત છે. કેટલાક રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યા છે કે દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો નવો વેરિઅન્ટ ડેલ્ટા કરતા પણ ખતરનાક હોઇ શકે છે.
જે ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર હતો.

રિલેટેડ ન્યૂઝ