અફઘાનમાં વાન ખીણમાં ખાબકતાં ૨૪ લોકોનાં મોત

કાબુલ, તા.૮
અફધાનિસ્તાનમાં બે મોટી દૃુર્ઘટનાના સમાચાર મળી રહૃાા છે જેમાં ડ્રાઈવરની બેદૃરકારીને કારણે એક વાન ખીણમાં ખાબકતા ૨૪ લોકોના મોત થયા હતા જ્યારે બીજી ઘટનામાં એક ભયંકર બોબ્મ વિસ્ફોટ થતા તેમા તાલિબાનના ડેપ્યુટી ગવર્નરનું મોત થયુ હતું અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાનમાં ગઈકાલે એક વાન ખીણમાં પડી જતા ૮ બાળકો અને ૧૨ મહિલાઓ સહિત ૨૪ લોકોના મોત થયા છે. આ ઘટના સર-એ-પોલ પ્રાંતમાં બની હોવાની માહિતી મળી રહી છે. પોલીસના પ્રવક્તા દૃીન મોહમ્મદૃ નઝારીએ જણાવ્યું હતું કે ડ્રાઇવરની બેદૃરકારીને કારણે વાન રોડ પરથી ખીણમાં ખાબકી હતી. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં રસ્તાઓની ખરાબ હાલતને કારણે દૃરરોજ અકસ્માતની ઘટના બને છે.
પ્રાંતીય રાજધાની ફૈઝાબાદૃમાં કાર બોમ્બ વિસ્ફોટમાં બદૃખ્શાન પ્રાંતના તાલિબાનના કાર્યવાહક ડેપ્યુટી ગવર્નર મૌલવી નિસાર અહમદૃ અહમદૃીનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના મંગળવારે સવારે બની હતી. તાલિબાન શાસિત બદૃખ્શાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મૌજુદ્દીન અહમદૃીના જણાવ્યા અનુસાર વિસ્ફોટકોથી ભરેલા વાહને ફૈઝાબાદૃના મહાકમા પ્લાઝા ખાતે ડેપ્યુટી ગવર્નરના કાફલાને નિશાન બનાવ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.
અહમદૃીના જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બરે બદૃખ્શાનના નાયબ અને કાર્યકારી મંત્રી મૌલવી અહમદૃ અહમદૃીની સામે વાહનમાં પ્રચંડ વિસ્ફોટ કર્યો જેમાં નાયબ ગવર્નર અને તેમના ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું. બોમ્બ વિસ્ફોટમાં આસપાસના કેટલાક લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે અમે ભયંકર વિસ્ફોટનો આવાજ સાંભળ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ