પાકિસ્તાને ન્યૂયોર્કમાં તેની રૂઝવેલ્ટ હોટલ ૩ વર્ષ માટે ભાડે આપી દૃીધી

પાકિસ્તાન પાઈ પાઈ માટે મહોતાજ, કફોડી સ્થિતિ

ન્યૂયોર્ક, તા.૮
પાકિસ્તાન પાઈ પાઈ માટે મહોતાજ છે.એક એક ડોલર માટે વલખા મારી રહેલા ભારતના આ પાડોશી દૃેશે હવે ન્યૂયોર્કમાં પોતાની ખ્યાતનામ રુઝવેલ્ટ હોટલ ૩ વર્ષ માટે ભાડે આપી દૃીધી છે. પાકિસ્તાનને તેના કારણે ૨૨૦ મિલિયન ડોલર જેવી રકમ મળશે.પાકિસ્તાનના ઉડ્ડયન મંત્રી ખ્વાજા સાદૃનુ કહેવુ છેકે, ન્યૂયોર્કના તંત્રને ૩ વર્ષ માટે હોટલ લીઝ પર આપવામાં આવી છે.પાકિસ્તાન પાસે વિદૃેશમાં બે હોટલો છે.આ પૈકીની એક ન્યૂયોર્ક અને એક પેરિસમાં છે.આ બંને હોટલો શાનદૃાર લોકેશન પર સ્થિત છે અને તેમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ છે. ન્યૂયોર્કની જે રુઝવેલ્ટ હોટલને પાકિસ્તાને લીઝ પર આપેલી છે તેનો ઈતિહાસ ૧૦૦ વર્ષ જૂનો છે.તેની ગણતરી ન્યૂયોર્કની મોટી અને ખ્યાતનામ હોટલોમાં થાય છે.પાકિસ્તાનને જોકે દૃેશ ચલાવવા માટે હોટલની કુરબાની આપવાની ફરજ પડી છે.એમ પણ હોટલ કોરોના સંકટ વખતે નુકસાનના ખાડામાં ઉતરી ગઈ હતી. એવુ પણ કહેવાતુ હતુ કે પાકિસ્તાને હોટલ વેચી દૃેવાનો નિર્ણય કર્યો છે.જોકે હવે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે કે, આ હોટલ લીઝ પર આપી છે. હોટલના કુલ ૧૯ માળ છે અને તે ૪૩૦૦૦ સ્કેવરફુટ વિસ્તારમાં ફેલાયેલી છે.હવે ત્રણ વર્ષ માટે પાકિસ્તાન પાસેથી આ હોટલ જતી રહી છે.પાકિસ્તાનની આર્થિક સ્થિતિ જોતા ભવિષ્યમાં પણ તે આ હોટલ ચલાવશે કે કેમ એ વાતની શંકા છે.

રિલેટેડ ન્યૂઝ