ટ્રમ્પન્ો જમણા કાનમાં ગોળી વાગી હતી, લોહી વહેવા લાગ્યુ હતુ
૨૦ વર્ષના થોમસ મેથ્યુએ હત્યાનો પ્રયાસ કર્યો:હુમલાખોર ઠાર
ચમત્કારિક આબાદૃ બચાવ….
અમેરિકામાં નવા રાષ્ટ્રપતિપદૃની ચૂંટણીઓ યોજાઇ રહી છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઉમેદૃવારી નોંધાવી છે.પેન્નસિલવેનિયા ખાતે ટ્રમ્પ ચૂંટણી પ્રચાર કરી રહૃાાં હતા તે દૃરમ્યાન તેમના પર ગોળીબાર કરાતા વિશ્ર્વ આખામાં હલચલ મચી ગઇ હતી. જો કે ગોળી ટ્રમ્પના જમણા કાનને અડીને નિકળતા કાનમાંથી લોહી નિકલ્યું હતું. પોતાના કાન પર કંઇક વાગ્યું છે એવો ખ્યાલ આવતા અને ગોળીબારના અવાજો સંભળાતા ર્ટ્મ્પ સહિત સૌ કોઇ નીચે બેસી ગયા હતા.સુરક્ષાકર્મીઓએ તરત જ ટ્રમ્પને ઘેરી લીધા હતા.આ ઘટનામાં શૂટર સહિત એક નાગરિક માર્યા ગયા છે. તસ્વીરમાં સુરક્ષાકર્મીઓ ટ્રમ્પને ઘેરીને લઇ જતાં જણાય છે. આ હુમલાને ર્ટ્મ્પની હત્યાનો પ્રયાસ તરીકે જાહેર કરાયો હતો.
અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી અગાઉ જ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જાહેરમાં મારી નાખવાનો પ્રયાસ કરાયો છે. ૨૦ વર્ષનો હુમલાખોર પણ તરત માર્યો ગયો હતો અને આ ઘટનાના કલાકો પછી એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી છે. ટ્રમ્પ પર ગોળી ચલાવનાર શકમંદૃનું નામ થોમસ મેથ્યુ ક્રૂક્સ હતું. હુમલા બાદૃ હુમલાખોરને સિક્રેટ સર્વિસ એજન્ટોએ તરત જ ઠાર માર્યો હતો અને સુરક્ષા અધિકારીઓએ એઆર-શૈલીની રાઇફલ મેળવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોર થોમસ એક મેન્યુફેક્ચિંરગ પ્લાન્ટની છત પર હતો. આ જગ્યા ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ ચાલતી હતી તે સ્ટેજથી ૧૩૦ યાર્ડથી વધુ દૃૂર હતી. ટ્રમ્પ બટલર ફાર્મ શો મેદૃાનમાં જનતાને સંબોધિત કરી રહૃાા હતા. ડોનાલ્ડ ટ્રમ્પને જમણા કાનમાં ગોળી વાગી હતી લોહી વહેવા લાગ્યું હતું. તેમનો જીવ સહેજમાં બચી ગયો તેમ કહી શકાય. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે “મને એક ગોળી વાગી હતી જે મારા જમણા કાનના ઉપરના ભાગને વીંધી ગઈ હતી.”
તેણે ઉમેર્યું કે મને તરત જ ખબર પડી ગઈ હતી કે કંઈક ખોટું થયું છે. મને એક શોટ સાંભળ્યો અને તરત જ ચામડીમાં કંઈક ઘૂસી ગયું હોય તેમ લાગ્યું. ખૂબ લોહી વહેવા લાગ્યું. તેથી મને સમજાયું કે શું થઈ રહૃાું છે. એફબીઆઈ આ ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે માની રહી છે પરંતુ હજુ સુધી કોઈ હેતુ જાણી શકાયો નથી.
અમેરિકાના વોટર્સ રેકોર્ડ પરથી જણાય છે કે હુમલો કરનાર રિપબ્લિકન પાર્ટીનો ટેકેદૃાર હતો. થોમસ મેથ્યુ પેન્સિલ્વેનિયાના બેથેલ પાર્કમાં રહેતો હતો અને તેના વિશે વધુ જાણકારી મેળવવાનું કામ હજુ ચાલે છે. એફબીઆઈએ લોકો પાસેથી જ વધારે માહિતી મગાવી છે જેથી કેસને ઝડપથી સોલ્વ કરી શકાય કારણ કે થોમસ તો માર્યો ગયો છે અને તે શું કરતો હતો તેના વિશે હવે વિગત એકઠી કરવામાં આવશે. ટ્રમ્પ પર હુમલો થયા પછી સોશિયલ મીડિયા પર ષડયંત્રની થિયરી પણ ફેલાવા લાગી છે. કેટલાકનું કહેવું છે કે આ એક નાટક હતું અને જાણી જોઈને કરવામાં આવ્યું હતું. કેટલાકનું કહેવું છે કે લેટ વિચારધારા વાળા લોકોનું આ કામ છે. ટ્વિટર પર લોકો કોઈ પણ જાતના પૂરાવા વગર પણ દૃાવા કરી રહૃાા છે. કેટલાકે કહૃાું કે ટ્રમ્પને કાન પર કોઈ ગોળી વાગી નથી. તેણે માત્ર નાટકો અને ફિલ્મોમાં શૂિંટગની શ્ય માટે વપરાતા રંગનો ઉપયોગ કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયિંરગથી US સુરક્ષા એજન્સીઓની પોલ ખૂલી
પૂર્વ માહિતી હોવા છતાં તેઓ ફાયિંરગની ઘટના રોકી ન શક્યા
અમેરિકામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જે રીતે જાહેરમાં હુમલો થયો તેમાં સુરક્ષા એજન્સીઓની મોટી ચૂક ખુલ્લી પડી ગઈ છે. અમેરિકન સિક્યોરિટી એજન્સીઓમાં આજે ભારે અંધાધૂંધી પ્રવર્તે છે અને હુમલાખોરને ખતમ કર્યાના કલાકો પછી પણ તેની ઓળખ નક્કી થઈ શકી ન હતી. એફબીઆઈએ કહૃાું કે તે ૧૦૦ ટકા કોન્ફીડન્ટ હોય ત્યારે જ કોઈ માહિતી આપશે. તેના કારણે હુમલાખોરની ઉંમર અને ટ્રમ્પ પર હુમલો શા માટે કર્યો તે પાછળનું કારણ પણ હજુ સ્પષ્ટ થયું નથી. સોશિયલ મીડિયા પર લોકોએ અમેરિકન સિક્યોરિટી એજન્સીઓની ખામીઓને ગણાવવાનું શરૂ કરી દૃીધું છે. ટ્રમ્પ પર હુમલો કરવા માટે કોઈ શકમંદૃ પ્રયાસ કરે છે તેવી માહિતી મળી ગઈ હતી છતાં તેને રોકી શકાયો ન હતો. પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પની જ્યાં રેલી હતી ત્યાંથી અમુક મીટર દૃૂર હુમલાખોરને એક બિલ્ડિંગ પર મારવામાં આવ્યો પરંતુ તે અગાઉ તેણે અનેક રાઉન્ડ ફાયર કરી દૃીધા હતા જેમાં ટ્રમ્પના જમણા કાનને ઘસરકો મારીને ગોળી નીકળી ગઈ હતી અને એક નિર્દૃોષ વ્યક્તિને ગોળી વાગી હતી. બીજી પણ એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.નવાઈની વાત એ છે કે બિલ્ડિંગ પર જે વ્યક્તિ હતી તેને સામાન્ય લોકોએ જોઈ હતી પરંતુ સુરક્ષા એજન્સીઓને ધ્યાનમાં આ વાત આવી ન હતી. ટ્રમ્પ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ હતા તેથી તેમની સુરક્ષાનું લેવલ બહુ ઊંચું હોવું જોઈએ પરંતુ આ વખતે તેમના સુરક્ષા એજન્ટો ઢીલા સાબિત થયા છે.