અમેરિકા અને ભારતની ઘેરાબંધીથી ગભરાયેલું ચીન રશિયાના આશરે

બીજિંગ,તા.9
અમેરિકાની ઘેરાબંધીથી બઘવાયેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે રશિયાના આશરો લીધો છે. શી જિનપિંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને ફોન કર્યો છે અને વ્યૂહાત્મક સહયોગ અને જોડાણ વધારવા વિનંતી કરી છે. ચીનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે મોસ્કો અને બેઇજિંગ બંને એકાધિકાર અને વર્ચસ્વના વિરોધી છે.
શી જિનપિંગે બુધવારે પુતિનને કહ્યું હતું કે, ચીન અને રશિયા બંને ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં તેમના વ્યૂહાત્મક સહયોગ અને જોડાણને વધુ તીવ્ર બનાવશે તે જરૂરી છે. શી જિનપિંગ અને પુટિન વચ્ચેની આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ ઝડપથી બગડ્યા છે અને ભારત સાથેની ચીની સરહદ પર ઘુસણખોરી કરીને ભારતને અમેરિકા તરફ જવા મજબૂર કર્યું છે.
પુતિન સાથેની વાતચીત દરમિયાન શી જિનપિંગે કહ્યું હતું કે ચીન રશિયા સાથે સહયોગ ચાલુ રાખવા માંગે છે. વિદેશી હસ્તક્ષેપ અને તોડફોડનો સખત વિરોધ કરે છે. બંને દેશોની સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસના હિતોને જાળવવા માંગે છે. શીએ કહ્યું કે ચીને હંમેશાં રશિયાના વિકાસના માર્ગને ટેકો આપ્યો છે. ચીન આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રમાં સહયોગ વધુ તીવ્ર બનાવશે.

રિલેટેડ ન્યૂઝ