ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન બૈરી જર્મનનું અવસાન

૧૯૫૯માં ભારત વિરુદ્ધ કાનપુરમાં પર્દૃાપણ કરનાર બૈરી વિકેટકીપર હતા: ઓસ્ટ્રેલિયા માટે ૧૯ મેચ રમી હતી

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
એડિલેડ, તા.૧૯
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બૈરી જર્મનનું ૮૪ વર્ષની ઉંમરમાં બીમારી બાદૃ નિધન થઈ ગયું છે. ૨૩ વર્ષની ઉંમરે ૧૯૫૯માં ભારત વિરુદ્ધ કાનપુરમાં પર્દૃાપણ કરનાર બૈરી વિકેટકીપર હતા અને તેમણે ઓસ્ટ્રેલિયા માટે ૧૯૬૯ સુધી કુલ ૧૯ મેચ રમી હતી.
૧૯૬૮ના એશિઝ પ્રવાસ પર નિયમિત કેપ્ટન બિલ લોરીના ઈજાગ્રસ્ત થયા બાદૃ તેમણે એક મેચમાં પોતાની ટીમની આગેવાની કરી હતી. આ મેચ ડ્રો રહી હતી અને ઓસ્ટ્રેલિયાએ એશિઝ પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયાના ૩૩માં કેપ્ટન બૈરીએ પોતાના દૃેશના તે ૫ વિકેટકીપરોમાં રહૃાા જેમણે પોતાના દૃેશની આગેવાની કરી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદૃન જારી શોક વ્યક્ત કર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહૃાું, અમે બૈરી જર્મનના નિધનથી દૃુખી છીએ. તેઓ ઓસ્ટ્રેલિયાની પુરૂષ ટીમના ૩૩માં કેપ્ટન હતા. તેઓ ૮૪ વર્ષના હતા. અમારી તેમની પત્ની ગાયનર અને બાળકો ક્રિસ્ટન, ગેવિન, જેસન અને એરિનની સાથે સહાનુભૂતિ છે.
બૈરી ૧૯૯૦માં એકવાર ફરી ચર્ચામાં આવ્યા હતા જ્યારે આઈસીસીએ આંતરરાષ્ટ્રીય મેચમાં તટસ્થ મેચ રેફરીઓની નિમણૂક કરી હતી. તેમણે ૧૯૯૫થી ૨૦૦૧ સુધી ૨૫ ટેસ્ટ અને ૨૮ વનડેમાં રેફરીની ભૂમિકા ભજવી હતી. ૧૯૯૮માં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જમૈકામાં રમાયેલી ટેસ્ટ મેચ પણ સામેલ છે, જે ખરાબ પિચને કારણે અડધી કલાકમાં રદ્દ થઈ ગઈ હતી.

રિલેટેડ ન્યૂઝ