પાયલોટ જૂથને તા.૨૪ સુધી રાજસ્થાન હાઈકોર્ટની રાહત

રાજ્યના સ્પિકર
સીપી જોશીની નોટિસ સામેના કેસમાં હાઈકોર્ટે ચુકાદૃો ટાળી દૃીધો: બન્ને પક્ષે જોરદૃાર દૃલીલ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
જયપુર, તા. ૨૧
રાજસ્થાન હાઇકોર્ટે સતત ત્રીજા દિૃવસે અશોક ગેહલોત સરકાર સામે બળવો કરનારા સચિન પાયલોટ જૂથની અરજી પર સુનાવણી કરતાં ૨૪ જુલાઇ સુધીનો ચુકાદૃો સુરક્ષિત રાખ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ઇન્દ્રજિત મહાંતિ અને ન્યાયાધીશ પ્રકાશ ગુપ્તાની અદૃાલતે સચિન પાયલોટ ગ્રુપ દ્વારા દૃાખલ કરેલી અરજી પર બંને પક્ષકારોની દૃલીલો સાંભળીને પાયલોટ જૂથને તાત્કાલિક રાહત આપી હતી. ચુકાદૃો સુરક્ષિત રાખવા ઉપરાંત હાઈકોર્ટે સ્પીકરને ૨૪ જુલાઇ સુધી નોટિસ કેસમાં કાર્યવાહી અટકાવવા વિનંતી પણ કરી છે. રાજસ્થાન સરકાર ઉપર છેલ્લા દૃસ દિૃવસથી છવાયેલી રાજકીય કટોકટીના વાદૃળ મંગળવારે રાજસ્થાન હાઇકોર્ટમાં વિખેરાઈ ગયા હતા, પરંતુ હજી પણ સચિન પાયલોટ જૂથને સંપૂર્ણ રાહત મળી નથી, હવે ૨૪ જુલાઇએ નિર્ણય થવાનો છે. પાયલોટ જૂથ વતી વિધાનસભાના અધ્યક્ષ ડો.સી.પી.જોશી દ્વારા વિધાનસભાના સભ્યપદૃ સમાપ્ત કરવાની નોટિસ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
શુક્રવારે વકીલ હરીશ સાલ્વે લંડનથી ઓનલાઇન કોર્ટમાં સચિન પાયલોટ જૂથ વતી દૃલીલ કરી હતી. લગભગ દૃોઢ કલાકની દૃલીલો દૃરમિયાન સાલ્વેએ સચિન પાયલોટ અને અન્ય ૧૮ ધારાસભ્યોને આપેલી નોટિસને ’ફ્રીડમ ઓફ સ્પીચ’ને ટાંકીને રદૃ કરવાની માગ કરી હતી. તેમના પછી જૂથના મુકુલ રોહતગીએ પોતાનો કેસ કોર્ટ સમક્ષ રજૂ કર્યો. ગેહલોત સરકાર પર રાજસ્થાનમાં રાજકીય સંકટનો સોમવારે ૧૦ મો દિૃવસ છે. સરકાર વિરુદ્ધ બળવો કરનારા સચિન પાયલોટ જૂથ સરકારની સામે પડ્યા બાદૃથી રાજસ્થાનની બહાર વાડાબંદૃીમાં કેદૃ છે. તો વળી બીજી બાજુ ગેહલોત જૂથના ધારાસભ્યો જયપુરની એક હોટલમાં રોકાયેલા છે. છેલ્લા સાત દિૃવસથી ધારાસભ્યોને વાડાબંધીમાં રખાયા છે. પાયલોટ અને ગેહલોત બંને પક્ષોના ધારાસભ્યોની વાડાબંધી વચ્ચે આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને હવે તમામની નજર હાઈકોર્ટના નિર્ણય પર હતી.

રિલેટેડ ન્યૂઝ