બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધીની યાદૃમાં કદૃાચ સિક્કો બહાર પાડશે

(જી.એન.એસ.) લંડન,તા.૨
બ્રિટનમાં અશ્ર્વેત, એશિયન તથા અન્ય લઘુમતી વંશીય સમુદૃાયોનાં લોકો તરફથી દૃેશના કલ્યાણ માટે કરાતા યોગદૃાનની કદૃર વધી રહી છે ત્યારે બ્રિટિશ સરકાર મહાત્મા ગાંધીની સ્મૃતિમાં એક સિક્કો બહાર પાડવા વિચાર કરી રહી છે. બ્રિટનના નાણાં પ્રધાન રિશી સુનકે દૃેશની રોયલ મિન્ટ એડવાઈઝરી કમિટીને એક પત્ર લખીને જણાવ્યું છે કે ઉક્ત સમુદૃાયોનાં લોકોનાં પ્રદૃાનની કદૃર કરવામાં આવે. આ જાણકારી બ્રિટનના નાણાં મંત્રાલયે ઈમેલ કરેલા એક નિવેદૃન દ્વારા આપી છે.
નાણાં મંત્રાલયે કહૃાું કે, એડવાઈઝરી કમિટી મહાત્મા ગાંધીની યાદૃમાં એક સિક્કો બહાર પાડવા વિચારી રહી છે. ભારતમાં રાષ્ટ્રપિતાનું સમ્માન પ્રાપ્ત કરનાર અને મહાત્મા તરીકે ઓળખાતા મોહનદૃાસ કરમચંદૃ ગાંધીએ એમના સમગ્ર જીવન દૃરમિયાન અિંહસાની હિમાયત કરી હતી તેમજ ભારતની આઝાદૃીની ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમનો જન્મ ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે થયો હતો અને દૃર વર્ષે બીજી ઓક્ટોબરનો દિૃવસ ‘આંતરરાષ્ટ્રીય અિંહસા દિૃવસ તરીકે ઉજવવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ