2020નો GDP ગ્રોથ ‘0’!

(પ્રતિનિધિ દ્વારા)
નવીદિલ્હી, તા.29
કેન્દ્રના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ કહે છે કે ચાલુ વરસે જીડીપી ગ્રોથ શૂન્યની આસપાસ રહી શકે છે પરંતુ આવતા વરસે વિશ્વના સૌથી ઝડપી આર્થિક વિકાસ ધરાવતા દેશોમાં આપણી ગણના થશે. એક ઇવેન્ટમાં બોલતાં તેમણે સ્વીકાર્યું હતું કે આ વરસે જીડીપી ગ્રોથ શૂન્યની આસપાસ રહેવાનું અનુમાન હતું.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આ વર્ષે ભારતનો જીડીપી ગ્રોથ માઇનસ 10. 3 ટકા રહેવાનું અનુમાન જાહેર કર્યું હતું ત્યારે નાણાં પ્રધાને આ પ્રકારનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. અત્યાર અગાઉ જૂન માસમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સાડા ચાર ટકા ઘટવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. પરંતુ પહેલા ત્રિમાસિકના જીડીપીમાં 23.9 ટકાનું ગાબડું જાહેર થતાં આઇએમએફે દ્વારા માઇસ 10. 3 ટકાની જાહેરાત થઇ હતી.
આ વર્ષે ભારતનો જીડીપી ગ્રોથ ઘટી જવાના ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુમાન વચ્ચે ચીનનો જીડીપી ગ્રોથ 1.9 ટકાનો અનુમાનવામાં આવ્યો હતો. જો કે આવતા વર્ષે ભારતનો જીડીપી ગ્રોથ 8.8 ટકા રહેશે. જ્યારે ચીનનો જીડીપી ગ્રોથ 8.2 ટકા રહેશે એવું અનુમાન પણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે જાહેર કર્યું છે.

રિલેટેડ ન્યૂઝ