પાકે. કબુલ્યું પુલવામાં હુમલાનું ઘોર પાપ

સાંસદ-મંત્રી ફવાદ ચૌધરીએ ભરી સંસદમાં પુલવામાં હુમલાનો
શ્રૈય ઇમરાન ખાન અને તેમની પાર્ટીને આપ્યો !

(પ્રતિનિધિ દ્વારા)
ઇસ્લામાબાદ તા.29
પાકિસ્તાને અંતે પુલવામા હુમલાના 20 મહિના બાદ કબૂલ્યું છે કે પુલવામા આતંકી હુમલામાં તેમનો જ હાથ હતો. પુલવામા હુમલો થયા બાદથી ભારત પાસે પૂરતાં પુરાવા છે કે આ આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. પરંતુ હવે પાકિસ્તાનના મંત્રી જ આ વાત કબૂલી રહ્યાં છે. ઈમરાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ સંસદમાં કહ્યું કે પુલવામા હુમલો ઈમરાન ખાન સરકારની મોટી સફળતા છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનો શ્રેય ઈમરાન ખાન અને તેમની પાર્ટી ઙઝઈંને આપ્યો છે. તેઓએ આ હુમલાને ઈમરાન ખાનની એક મોટી ઉપલબ્ધિ ગણાવી છે.
ફવાદ ચૌધરી પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (ઙખક-ગ)ના નેતા અયાઝ સાદિકના તે નિવેદન પર જવાબ આપી રહ્યાં હતા, જેમાં સાદિકે કહ્યું હતું કે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની જ્યારે અટકાયત કરી હતી ત્યારે એક મીટિંગમાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી ડરેલા હતા. અને આર્મી ચીફ કમર જાવેદ બાજવાના પગ થરથર કાંપી રહ્યાં હતા.
ફવાદ ચૌધરીએ કહ્યું કે- સાદિક કહી રહ્યાં હતા તેઓ થરથર કાંપી રહ્યાં હતા. હું કહું છું કે આપણે હિંદુસ્તાનના ઘરમાં ઘૂસીને તેઓને માર્યા છે. પુલવામામાં જે સફળતા મળી છે, તે ઈમરાન ખાનની આગેવાનીમાં કોમની સફળતા છે. તે સફળતાના ભાગીદાર તમે લોકો છો અને અમે લોકો છીએ. આ આપણાં માટે ફખ્રનો મોકો છે.
ઙખક-ગના નેતા સાદિકે બુધવારે પાકિસ્તાની સંસદમાં કહ્યું હતું કે- અભિનંદનના મુદ્દાને લઈને કુરૈશીએ ઙઙઙ, ઙખક-ગ અને સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સહિત બીજા નેતાઓની સાથે બેઠક કરી હતી. મને યાદ છે કે મીટિંગ દરમિયાન આર્મી ચીફ બાજવા રૂમમાં આવ્યા, તે સમયે તેમના પગ થરથર કાંપી રહ્યાં હતા અને તેઓ પરસેવે રેબઝેબ હતા.

રિલેટેડ ન્યૂઝ