કોરોના કેર: કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં ૨૮ દિૃવસનું લોકડાઉન જાહેર

કેનેડામાં અત્યાર સુધી ૩.૨૫ લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે
(જી.એન.એસ.) ટોરોન્ટો,તા.૨૨
કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દૃુનિયામાં યથાવત છે. દૃુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ૬ કરોડની નજીક પહોંચી ગયા છે. દૃુનિયાના ૨૧૮ દૃેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૫ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૮૮૮૯ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં ૨૮ દિૃવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે.
ટોરોન્ટોમાં સોમવારથી લોકડાઉન લાગવા જઈ રહૃાું છે. ઓટારિયોના પ્રીમિયર ડૌગ ફોર્ડએ શનિવારે જાહેરાત કરી હતી કે, કોરોના સંક્રમણ વધતા ટોરોન્ટો શહેરમાં ૨૮ દિૃવસ સુધી લોકડાઉન લગાવવામાં આવશે.
સરકારે જીમ, સલૂન અને કસિનો બંધ કરવા તેમજ ૧૦ લોકોના મળવા પર પ્રતિબંધ લગાવી દૃીધો છે. લોકડાઉન દૃરમિયાન શહેરમાં ઇન્ડોર ખાનગી સમારોહ પર પ્રતિબંધ રહેશે.
ફોર્ડે કહૃાું, ’અમે પ્રાંતમાં લોકડાઉન લગાવી શકતા નથી, તેથી અમે ટોરોન્ટો અને પીલમાં લોકડાઉન સ્તરના પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરી રહૃાા છીએ. આ જીવલેણ વાયરસના પ્રસારને રોકવા માટે નિર્ણાયક પગલાં લેવું આપણા માટે ખૂબ મહત્વનું છે.
લોકડાઉન દૃરમિયાન ફાર્મસી અને કરિયાણાની દૃુકાન અને સ્ટોર્સ ૫૦ ટકાની ક્ષમતાથી કાર્યરત રહેશે. લોકડાઉન નિયમોના પાલન સાથે શાળાઓ ખુલ્લી રહેશે.

રિલેટેડ ન્યૂઝ