અમેરિકાની મોડર્ના ઇંકએ કોરોના વેક્સિન બનાવી હોવાનો દૃાવો કર્યો

વેક્સિન કોરોના સંક્રમણ સામે ૯૪.૫ ટકા સફળ સાબિત થઇ છે

(જી.એન.એસ.)
વોિંશગ્ટન,તા.૨૨
અમેરિકાની મોડર્ના ઈંકએ કોરોના વાયરસનો સામનો કરવા માટેની વેક્સીન બનાવી લીધી હોવાનો દૃાવો કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, તેમની વેક્સીન કોરોનાના સંક્રમણથી વચાવવામાં ૯૪.૫ ટકા સફળ સાબિત થઈ છે. આ દૃરમિયાન કંપનીએ કહૃાું હતું કે, મોડર્ના વેક્સીનના ડૉઝ માટે સરકાર પાસેથીમાત્ર ૨૫ થી ૨૭ અમેરિકી ડૉલર ભારતીય રૂપિયા પ્રમાણે ૧૮૫૪ થી ૨૭૪૪૪ રૂપિયા વસુલશે.
મોર્ડર્નાના ઝ્રર્ઈં સ્ટેફન બાંસેલે જણાવ્યું હતું કે, કોરોના વેક્સીનની િંકમત તેની માંગણી પર નિર્ભર કરે છે. અમારી વેક્સીનની િંકમત ૧૦થી૫૦ ડોલર એટલે કે ૭૪૧.૬૩ થેહે ૩૭૦૮.૧૩ રૂપિયા હોઈ શકે છે. એક સમાચાર એજન્સી પ્રમાણે યૂરોપિયન યૂનિયનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, યૂરોપિયન યૂનિયનને વેક્સીનના લાખો ડોઝની જરૂર પડશે.
યૂરોપિયન યૂનિયનને પ્રત્યેક ડોઝ ૨૫ ડોલર એટલે કે ૧૮૫૪ રૂપિયામાં પડશે.
યૂરોપિયન યૂનિયન સાથે વેક્સીનના ડૉઝની ડીલને લઈને બાંસેલે કહૃાું હતું કે, ત્યાર સુધી લેખિત રીતે કે ઔપચારીક રીતે કોઈ સમજુતિ થઈ નથી પણ અમે યૂરોપિયન કમિશન સાથે વાતચીત ચલાવી રહૃાાં છીએ અને ઘણાખરા અંશે સમજુતિને આખરી ઓપ આપવાની તૈયારીમાં છીએ.
અમે યૂરોપમાં આ વેક્સીન પહોંચાડવા માંગીએ છીએ અને વાતચીત યોગ્ય દિૃશામાં આગળ વધી રહી છે.
મોર્ડર્નાના જણાવ્યા પ્રમાણે ક્લિનિકલ ટ્રાયલના વચગાળાના ડેટામાં જાણવા મળ્યું છે કે, તેમની વેક્સીન કોરોના વાયરસથી બચાવવામાં ૯૪.૫ ટકા સફળ સાબિત થઈ છે. અમેરિકાની મોડર્ના કંપનીનું કહેવું છે કે, તેમની વેક્સીન એમઆરએનએ-૧૨૭૩ ટુંક સમયમાં જ બજારમાં આવી જશે.
કંપનીએ આશા સેવી છે કે, તે આ વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીનના ૨ કરોડ ડોઝ બનાવી લેશે. કંપનીએ એવો પણ દૃાવો કર્યો છે કે, આગામી વર્ષ સુધીમાં સો કરોડ ડોઝ તૈયાર કરી લેશે પરંતુ લોકો સુધી આ વેક્સીનને પહોંચાડવા માટે મોડર્નાએ અનેક પડકારોનો સામનો કરવો પડશે. કંપની ટૂંક સમયમાં જ અમેરિકી સરકાર પાસે વેક્સીનના ઉપયોગની મંજુરી માંગશે. હાલ જુલાઈ મહિનાથી યૂરોપીયન યૂનિયન કોરોના વેક્સીન મેળવવાને લઈને વાતચીત કરી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ