બાઇડનના ‘શપથ’માં ટ્રમ્પ સમર્થકો હાહાકાર મચાવશે ?

ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI))ના રિપોર્ટ બાદ તમામ રાજ્યોને કરાયા એલર્ટ

(પ્રતિનિધિ દ્વારા)
વોશિંગ્ટન તા. 12
કેપિટલ હિલ હિંસાને લઈને ટીકાઓ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે અત્યારે શાંત હોય, પરંતુ તેમના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનના શપથ ગ્રહણ સમારંભથી પહેલા કોઈ નવો હંગામો ઊભો કરવાની શક્યતાથી ઇનકાર ના કરી શકાય. આને ધ્યાનમાં રાખતા વોશિંગ્ટન ડીસી સહિત અનેક શહેરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઋઇઈં)નું કહેવું છે કે ટ્રમ્પ સમર્થક શપથ ગ્રહણ સમારંભ દરમિયાન હિંસા ફેલાવી શકે છે. એફબીઆઈએ રાજધાની સહિત તમામ રાજ્યોને એલર્ટ રહેવા કહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના વલણ અને એફબીઆઈથી મળેલા ઇનપુટને જોતા વોશિંગ્ટનમાં મિલિટ્રીના નેશનલ ગાર્ડ્સ અને સ્પેશિયલ સિક્યુરિટી એજન્સીના દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જો બાઈડેન 20 જાન્યુઆરીના અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવાના છે. કેપિટલ હિંસા બાદ શક્યતા વધી ગઈ છે કે ટ્રમ્પ સમર્થક શપથ ગ્રહણ સમારંભમાં વિક્ષેપ પાડી શકે છે. આ કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સમારંભમાં લાખો લોકો સામેલ થાય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે આ સંખ્યા અત્યંત ઓછી રહેશે.
જોર્જિયામાં દબંગોને પહોંચી વળવામાં સક્ષમ વિશેષ દળને તૈનાત કરવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા પ્રમાણે કેટલાક દિવસ પહેલા એફબીઆઈને હિંસા વિશે ખુફિયા જાણકારી મળી હતી. ત્યારબાદ તેણે રાજધાની વોશિંગ્ટન ઉઈ ઉપરાંત તમામ રાજ્ય સરકારોને એલર્ટ કરતા સુરક્ષાને ધ્યાને રાખીને જરૂરી પગલાં ઊઠાવવા માટે કહ્યું છે. તપાસ એજન્સીઓ વોશિંગ્ટનના કેટલાક એ ભાગોને 17થી 20 જાન્યુઆરી સુધી સીલ કરવાની પણ તૈયારી કરી રહી છે, જ્યાં હિંસાની શક્યતા વધારે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પને કાર્યકાળના અંતિમ સમયમાં મહાભિયોગથી હટાવવાના પ્રસ્તાવને લઈને તેમને સમર્થકોમાં ગુસ્સો છે.
8 જાન્યુઆરીના ઋઇઈંને જાણકારી મળી હતી કે ટ્રમ્પ સમર્થકોનું એક જૂથ હિંસા ફેલાવી શકે છે. આને જોતા જો બાઈડેનની સુરક્ષા પણ વધારે દેવામાં આવી છે. તો એ શક્યતા પણ છે કે ગુસ્સાયેલા સમર્થક ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ અને હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસીને પણ નુકસાન પહોંચાડી શકે છે.

રિલેટેડ ન્યૂઝ