ટ્રમ્પ ફલોરિડા રહેવા ગયા: નવો પક્ષ સ્થાપશે ?

(પ્રતિનિધિ દ્વારા) ફલોરિડા તા.21
વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્યાં રહેશે તેને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આખરે ટ્રમ્પ બુધવારના વોશિંગ્ટન થી નીકળીને ફ્લોરિડા માં પામ બીચ રિસોર્ટ પહોંચી ગયા છે. અત્યારે ટ્રમ્પ રિસોર્ટ હોમમાં જ રહેશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારના બાઇડનના શપથ ગ્રહણથી પહેલા સત્તાવાર વિમાન એરફોર્સ વનથી જ ફ્લોરિડા પહોંચ્યા. આ દરમિયાન ટ્રમ્પનું સ્વાગત કરવા માટે અનેક લોકો રસ્તા પર ઉભા હતા. 74 વર્ષના ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ 2024માં એકવાર ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. જો કે સંસદ પર હિંસક હુમલાને લઈને તેમની વિરુદ્ધ સીનેટમાં ટ્રાયલ પણ ચાલી રહ્યો છે. ટ્રાયલ દ્વારા ટ્રમ્પને ફરી ચૂંટણી લડતા રોકવામાં પણ આવી શકે છે.
આ પહેલા કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે ખફિ-અ-કફલજ્ઞ બીચ રિસોર્ટમાં લાંબા સમય સુધી રહેવા પર ટ્રમ્પને મુશ્કેલીઓ થઈ શકે છે, કેમકે ત્યાં રહેનારા સ્થાનિક લોકોએ કરારને આધાર બનાવ્યો અને કહ્યું હતુ કે ટ્રમ્પ જો રિસોર્ટને પોતાનું ઘર બનાવે છે તો સુરક્ષા વ્યવસ્થાના કારણે અન્ય લોકોને મુશ્કેલી થશે.
અત્યાર સુધી ટ્રમ્પે એ જાહેરાત નથી કરી કે તેઓ કેટલા લાંબા સમય માટે ખફિ-અ-કફલજ્ઞ રિસોર્ટમાં ગયા છે. ટ્રમ્પની આગળની રાજકીય યોજના વિશે પણ હજુ કોઈ સ્પષ્ટતા નથી. વોલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે, હાલમાં જ તેમણે પોતાના સહયોગીઓની સાથે નવી પાર્ટી બનાવવાને લઈને પણ ચર્ચા કરી છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડતા પહેલાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડન માટે ખુલ્લા દિલથી એક ચિઠ્ઠી લખી છે. બાઇડેને ખુદ તેની માહિતી આપી છે.
ઓવલ ઓફિસમાં પહેલાં દિવસે કેટલાંય આદેશો પર હસ્તાક્ષર કર્યા બાદ બાઇડને પત્રકારો સાથે વાતચીત કરી. બાઇડને કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુલ્લા દિલથી મને એક ચિઠ્ઠી લખી છે. જો કે બાઇડન એ કહ્યું કે ટ્રમ્પે ચિઠ્ઠીમાં શું લખ્યું છે તેની માહિતી તેઓ અત્યારે કોઇને આપી શકે તેમ નથી. બાઇડને કહ્યું કે આ ખાનગી વાતચીત છે આથી ટ્રમ્પ સાથે વાત કર્યા વગર તેઓ ચિઠ્ઠીને લઇ વધુ કંઇ કહેશે નહીં.

રિલેટેડ ન્યૂઝ