હવે માર્કેટ ઍનાલિસ્ટને પણ મળશે ¡ H-1Bવિઝા

વોશિંગ્ટન તા.16
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન ર્સિવસિસ કે જે એચ-1બી વિઝાનો ન્યાય કરે છે અને એક્સટેન્શન કરે છે તેણે આ વર્ક વિઝા માટે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટને સ્પેશિયાલિટી ઓક્યુપેશન માટે પાત્રતા ધરાવતા ગણવા પડશે. નોંધનીય છે કે માર્કેટ રિસર્ચ એનાલિસ્ટની પોઝિશન માટે એચ-1બી વિઝા ઇશ્યૂ કરવાનો યુએસસીઆઈએસ દ્વારા સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યા બાદ પાછલા વર્ષે અમેરિકન અદાલતમાં ક્લાસ એક્શન સ્યૂટ ફાઇલ કરવામાં આવ્યો હતો અને ઇમિગ્રેશન એજન્સીને સમાધાન કરવાની ફરજ પડી હતી. આ દાવામાં યુએસસીઆઈએસ દ્વારા બિનકાયદાકીય એડજ્યુડિકેટિંગ પ્રેક્ટિસ અપનાવવામાં આવી છે તેને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં લેબર ડિપાર્ટમેન્ટની ઓક્યૂપેશનલ આઉટલૂક હેન્ડબૂકના ખોટા અર્થઘટનનો પણ સમાવેશ થયો હતો. 20 ઓગસ્ટ 2021ના રોજ બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું અને 10 દિવસ બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે. ફરિયાદીના વકીલ મ આ મેટર સાથે સંકળાયેલા અન્ય એક ઇમિગ્રેશન એટર્ની ચાલ્ર્સ કૂકે ઉમેર્યું હતું કે અમને આનંદ છે કે યુએસસીઆઈએસ આ વિવાદનું સમાધાન કરવા, સેંકડો કેસ કે જેમાં તેણે કોઇ વિચારણા કર્યા વગર જ માર્કેટ રિસર્ચ એનાલિસ્ટોને રિજેક્ટ કરી દીધા હતા તેની પુન:વિચારણા કરવા તૈયાર થયું છે અને એચ-1બી એડજ્યૂડિકેશનની વચગાળાની માર્ગરેખાને સુધારવા સહમત થયું છે. આ કેસની અસર ફરિયાદીઓથી બહુ આગળ સુધી થશે અને તે એક ઉદાહરણ છે કે જે લોકો સરકાર સામે ઊભા રહી જાય છે તેઓ ફક્ત પોતાના કેસની જ મદદ નથી કરતાં સાથે તેની તૂટેલી સિસ્ટમની મરામત કરવાનો સ્રોત પણ બને છે. નોંધનીય છે કે પાછલા ડિસેમ્બરમાં કોમ્પ્યૂટર પ્રોગ્રામરની પોઝિશનને યુએસ અપીલ કોર્ટે સ્પેશિયાલિટી ઓક્યુપેશન ગણાવી હતી.

રિલેટેડ ન્યૂઝ