ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બનતું ઓસ્ટ્રેલિયા

ટી-20 વર્લ્ડકપ ટુર્નામેન્ટની ફાઇનલમાં

ન્યુઝીલેન્ડના 4 વિકેટે 172 રન: કપ્તાન વિલિયમસનના 85 રન:હેઝલવુડને 3 વિકેટ:ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી ટાર્ગ્ોટ પાર કર્યો: માર્શના શાનદાર અણનમ 77 તથા વોર્નરના 53 રન

દુબઈ તા.14
ટી.20 વર્લ્ડકપ ક્રિકેટ ટુર્નામેન્ટની આજે રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવી ચેમ્પીયનશિપ હાંસલ કરી હતી.
આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ન્યુઝીલેન્ડને દાવ આપ્યો હતો. ન્યુઝીલેન્ડની શરૂઆત ખૂબ સારી રહી હતી. ગુપ્ટિલ ખૂબ જ આક્રમક જણાતો હતો. ત્યારબાદ કપ્તાન વિલિયમસન આવ્યા બાદ બેટીંગ ખૂબ જ જામી હતી.
ન્યુઝીલેન્ડના 4 વિકેટે 172 રન થયા હતા તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે 173 રન કર્યા બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડના ઓપનર માર્ટીન ગુપ્ટીલ અને મીચેલે મેદાનમાં ઉતરી 28 રન બનાવ્યા હતા. પરંતુ ગત મેચનો હીરો મીચેલ 11 રન બનાવી હેઝલવુડની બોલીંગમાં વડેના હાથમાં ઝીલાઇ ગયો હતો. ત્યારબાદ કપ્તાન વિલિયમસન અને ગુપ્ટીલે 48 રનની ભાગીદારી નોંધાવી હતી.
ત્યારે ગુપ્ટીલ સ્પીનર ઝમ્પાની બોલીંગમાં 28 રન બનાવી કેચ આઉટ થયો હતો ત્યારબાદ કપ્તાન અને ફીલીપ્સે 68 રન ઉમેર્યા હતા. કપ્તાન વિલિયમસને શાનદાર બેટીંગ કરી હતી.
પરંતુ ટીમના 144 રનના જુમલે ફીલ્પ્સ પણ 18 રન બનાવી હેઝલવુડની બોલીંગમાં મેક્સવેલના હાથે ઝડપાઇ ગયો હતો. તુરત જ વિલિયમસન 48 બોલમાં 3 સિકસર અને 10 ચોકકાની મદદથી 85 રન બનાવી હેઝલવુડની બોલીંગમાં સ્મીથના હાથમાં સપડાઇ ગયો હતો ત્યારે ટીમના 148 રન થયા હતા.
ત્યારબાદ નિશામ અને ટીમ શર્ફટે ટીમનો જુમલો 20 ઓવરના અંતે 172 રન ઉપર પહોંચાડયો હતો. નિશામ 13 અને શેફર્ટ 8 રને અણનમ રહયો હતો. ઓસ્ટ્રેલીયાએ વધારાના 9 રન આપતા ટીમના 4 વિકેટે 172 રન થયા હતા.
ઓસ્ટ્રેલિયાના હેઝલવુડે 16 રનમાં 3 અને ઝમ્પાએ 26 રનમાં 1 વિકેટ ઝડપી હતી. 172 રન નો ટાર્ગ્ોટ પુરો કરવા ફિન્ચ અને વોર્નર મેદાનમાં ઉતર્યા હતા.
જોકે, ટીમના 15 રનના જુમલે ફ્રીંચ પ રન બનાવી વોલ્ટની બોલિંગમાં કેચ આઉટ થઇ ગયો હતો. તેના સ્થાને આવેલ માર્શ અને વોર્નર શાનદાર બેટીંગ કરી હતી. તેઓએ 92 રનની ધીરજપૂર્વકની ભાગીદારી નોંધાવી ટીમને વિજય તરફ લઇ ગયા હતા.
વોર્નરે 38 બોલમાં 53 રન ત્રણ સિકસર ચાર ચોક્કા વડે બનાવ્યા હતા. તે ટીમના 107 રનના જુમલે વોલ્ટની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જોકે, તેના સ્થાને આવેલા મેક્સવેલ અને મીચેલ માર્શે વિકેટ ગુમાવ્યા વગર ટીમને વિજય અપાવ્યો હતો.
માર્શએ આજે ધુંઆધાર બેટિંગ કરી 50 બોલમાં 4 સીકસર અને 6 ચોક્કાની મદદથી અણનમ 77 રન બનાવ્યા હતા.
જયારે મેક્સવેલે સીકસર અને 4 ચોક્કાની મદદથી 18 બોલમાં અણનમ 28 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડે વધારાના 10 રન આપ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ