જાપાને કોવિડ-19ની રસીને આપી મંજૂરી

દુનિયામાં કોરોના વાયરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. આ વાયરસની વેક્સીન શોધવા માટે અનેક દેશો ભારે ભારે મહેનત કરી રહ્યાં છે. આ દરમિયાન જાપાને ગિલીડ સાંઈસેજની દવા રેમડેસિવીરને કોવિડ-19ની દવાના રૂપમાં મંજુરી આપી દીધી છે.જાપાને કોવિડ-19ની સારવાર માટે ગિલીડ સાંઈસેજ કંપની રેમડેસિવીર દવાને મંજુરી આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતુ6 કે, આ દવા દેશમાં રહેલી બીમારી માટે સત્તાવાર દવા છે. કોરોના મહામારી વચ્ચે જાપાને આ દવા પર માત્ર ત્રણ જ દિવસમાં નિર્ણય લઈ લીધો છે.અમેરિકા અને ઈઝરાઈલ જેવા દેશો કોરોના વાયરસની દવા શોધાઈ ગઈ હોવાનો દાવો કરી રહ્યાં છે. ત્રણ દિવસ પહેલા અમેરિકી દવા નિર્માતાએ આ માટે મંજૂરી માંગી હતી. કોરોના વાયરસના કારણે થનારી બિમારી માટે અમેરિકી ખાદ્ય અને ઔષધી પ્રશાસન દ્વારારેમડેસિવીરને ગત સપ્તાહે સત્તાવાર કરવામાં આવી હતી. આ અગાઉ અમેરિકાના એફડીએ પણ રેમડેસિવીર દવાને લીલીઝંડી આપી દીધી હતી.

અમેરિકાએ પણ આ દવાને કોવિડ-19ની સારવાર માટે ખુબ જ મહત્વની દવા ગણાવી છે. આ દવા સામે આવતા દુનિયાની આશાઓ બંધાઈ છે. જોકે આ દવા ઈબોલા નામના વાયરસના ખાતમા માટે બનાવવામાં આવી હતી. હવે તે કોરોના વાયરસના દર્દીઓને વધારે માફક આવી રહી છે અને અસર પણ કરી રહી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ દવાની સફળતાથી કોરોના વાયરસને હરાવવા માટે નવી આશા બંધાઈ છે.

રિલેટેડ ન્યૂઝ