દિલ્હીમાં સુપ્રિમ કોર્ટે ફરી તમામ બાંધકામો પર રોક લગાવી દીધી

દેશના પાટનગર દિલ્હીમાં પ્રદૂષણમાં ધરખમ વધારો

બાંધકામ ઉદ્યોગ ઉપર રોક, મજૂરોના બેંક એકાઉન્ટમાં પાંચ-પાંચ હજાર રુપિયા જમા કરવાનો આદેશ અપાયો

(સં.સ.સેવા)
નવી દિલ્હી, તા.25
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ઓછુ થવાનુ નામ લઈ રહૃાુ નથી.જેના પગલે હવે દિલ્હીમાં સુપ્રિમ કોર્ટે તમામ બાંધકામો પર રોક લગાવી દીધી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહૃાુ હતુ કે, બાંધકામમાં સામેલ મજૂરોને દિલ્હી સરકાર આર્થિક મદદ આપશે.ઉપરાંત સરકારી કર્મચારીઓ માટે સરકારી કોલોનીઓમાંથી બસો દોડાવવામાં આવશે.મેટ્રો સ્ટેશન પાસેથી શટલ બસ સર્વિસ શરુ કરાશે. બીજી તરફ દિલ્હીના સીએમ કેજરીવાલે કહૃાુ હતુ કે, બાંધકામ ઉદ્યોગ પર હાલમાં રોક લગાવાઈ છે ત્યારે મજૂરોના બેંક એકાઉન્ટમાં પાંચ-પાંચ હજાર રુપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે.અમે મજૂરોને મિનિમમ વેજ પ્રમાણે વળતર પણ આપીશું.જે મજૂરોનુ રજિસ્ટ્રેશન નથી તેમનુ રજિસ્ટ્રેશન કરવા બાંધકામ સાઈટસ પર કેમ્પ લગાવાશે. આ પહેલા દિલ્હી સરકારે સોમવારે બાંધકામ પરની રોક હટાવી લીધી હતી પણ વધતા જતા પ્રદુષણના કારણે દિલ્હી સરકારે ફરી બાંધકામ રોકી દીધુ છે.

રિલેટેડ ન્યૂઝ