કર્ણાટકની મેડિકલ કોલેજના 66 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ

કોરોના હવે શાળા-કોલેજને ટાર્ગેટ કરે છે

સત્તાધીશોએ કેમ્પસમાં આવેલા બે હોસ્ટેલ સીલ કરી દીધા, આ કોલેજમાં 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

(સં.સ.સેવા) નવી દિલ્હી, તા.25
સ્કૂલો કોલેજો ખુલી ગઈ છે તો કોરોના હવે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવા માંડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્કૂલોમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાના મામલા સામે આવ્યા છે અને હવે કર્ણાટકની એસડીએમ મેડિકલ કોલેજના 66 સ્ટુડન્ટસ એક સાથે કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. સત્તાધીશોએ કેમ્પસમાં આવેલા બે હોસ્ટેલ સીલ કરી દીધા છે.આ કોલેજમાં કુલ 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનુ કબર પડતા તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવાનો કોલેજના સત્તાધીશોએ નિર્ણય લીધો હતો.જેમાં અત્યાર સુધીમાં 300 વિદ્યાર્થીઓનો ટેસ્ટ થયો છે અને આ પૈકીના 66 પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. કોરોનાની ત્રીજી લહેર સદભાગ્યે દેશમાં આવી નથી પણ વિદ્યાર્થીઓ જે રીતે કોરોનાથી સંક્રમિત થઈ રહૃાા છે તે સારી નિશાની નથી તેવુ જાણકારોનુ કહેવુ છે.

રિલેટેડ ન્યૂઝ