ભાજપને રામરામ, બિહારના મુખ્યમંત્રી પદેથી નીતિશનું રાજીનામુ

  • નીતિશકુમાર 8મીવાર મુખ્યમંત્રી બનશે: ભાજપ વિશ્ર્વાસઘાત કરી મહારાષ્ટ્રવાળી કરે તે પહેલા નીતિશે ઘા મારી દિધો
  • 7 પક્ષના 164 ધારાસભ્યોનું સમર્થન: આજે સાંજે 4 વાગ્યે શપથવિધિ: તેજસ્વી નાયબ મુખ્યમંત્રી બનશે

BJP-JDUનું 21 મહિના જૂનું ગઠબંધન તૂટ્યું
નીતીશના આ પગલા બાદ ઇઉંઙ અને ઉંઉઞ વચ્ચે 2020માં બનેલું ગઠબંધન તૂટી ગયું છે. રાજીનામું આપ્યા બાદ નીતિશે રાજભવનમાં કહ્યું હતું કે પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોએ એનડીએ સાથે ગઠબંધન તોડવા માટે એક અવાજે વાત કરી છે.

22 વર્ષમાં નીતિશ 7 વખત બિહારના મુખ્યમંત્રી બન્યા
માર્ચ 2020થી ઓગસ્ટ 2022ના બાવીસ વર્ષ દૃરમિયાન એક્ યા બીજા સાથે જોડાણ ક્રી સતત બિહારના રાજક્રણમાં સત્તા ઉપર રહેનાર નીતીશ ક્ુમારે આજે ફરીથી પોતાનો દૃાવ બદૃલ્યો છે. અગાઉ અટલ બિહારી વાજપેયી સાથે એનડીએ (નેશનલ ડેમોક્રેટિક્ એલાયન્સ)માં સૌથી મહત્વની ભૂમિક્ા ભજવ્યા બાદૃ એક્ વખત છેડો ફાડી લાલુ યાદૃવ સાથે સત્તા હાંસલ ર્ક્યા પછી ફરીથી નરેન્દ્ર મોદૃીના એનડીએ જોડાઈ સાત વખત મુખ્યમંત્રી પદૃ માટે શપથ લેનાર ક્ુમાર બિહારના સૌથી લોક્પ્રિય નેતા છે એવું આજે તેમણે ફરી પુરવાર ક્રી બતાવ્યું છે. આયુર્વેદૃના તબીબના પુત્ર એવા નીતીશ ક્ુમાર પોતે પટનાની ક્ોલેજમાંથી ઈલેકટ્રીક્લ એન્જીનીયરીંગ ભણેલા છે. એક્ તબક્કે બિહાર સ્ટેટ ઈલેકટ્રીસિટી બોર્ડમાં નોક્રી ર્ક્યા પછી તેમણે રાજક્ારણમાં ઝંપલાવ્યું હતું. સમાજવાદૃી વિચારધારા ધરાવતા નીતીશ ક્ુમારે રામ મનોહર લોહિયા થી લઇ જય પ્રક્ાશ નારાયણ સાથે સહયોગી તરીક્ે ક્ામગીરી ક્રી છે.

પટણા,તા.9
બિહારમાં ભાજપ અને જેડીયુનું ગઠબંધન તોડ્યા બાદ નીતીશ કુમાર બુધવારે સાંજે 4 વાગ્યે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લઈ શકે છે. મંગળવારે સાંજે નીતીશ કુમારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને 7 પક્ષોના 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે રાજભવનમાં તેજસ્વી યાદવ પણ હાજર હતા.
સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ નીતિશ અને તેજસ્વીએ રાજભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરી. નીતિશ કુમારે કહ્યું કે તેમણે રાજ્યપાલને 7 પક્ષોના 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપ્યો છે. આ પછી તેજસ્વી બોલ્યા અને ભાજપ પર જોરદાર વરસાદ વરસાવ્યો. તેજસ્વીએ કહ્યું- ભાજપ પાસે કોઈ ગઠબંધન પાર્ટનર નથી, ઈતિહાસ બતાવે છે કે બીજેપી તે પાર્ટીઓને બરબાદ કરે છે જેની સાથે તે ગઠબંધન કરે છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં શું થયું તે અમે જોયું.
સીએમ નીતિશ કુમારે મંગળવારે સાંજે 4 વાગ્યે રાજ્યપાલ ફાગુ ચૌહાણને પોતાનું રાજીનામું સોંપ્યું. તે સમયે નીતિશે 160 ધારાસભ્યોના સમર્થનની વાત કહીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પછી તેઓ રાબડી દેવીના ઘરે પહોંચ્યા, જ્યાં તેમને મહાગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. અહીં જીતનરામ માંઝીની પાર્ટી ઇંઅખ પણ નીતિશ સાથે જોડાઈ ગઈ. તેમની પાસે 4 ધારાસભ્યો છે. આ પછી નીતિશ અને તેજસ્વી ફરી એકવાર રાજ્યપાલને મળ્યા.
બિહારમાં જેડીયુ અને ભાજપના ચાર વર્ષ જૂના ગઠબંધનનો આજે અંત આવી ગયો છે. પોતાના જ વિશ્ર્વાસુના ખભે બંદૃૂક્ મૂક્ીને ભાજપ મોટો ખેલ ખેલી રહૃાો હોવાનો અંદૃેશો આવી ગયા બાદૃ નીતિશ ક્ુમારે છેલ્લા ક્ેટલાક્ દિૃવસોથી શરુ થયેલી રાજક્ીય હલચલ વચ્ચે આજે પક્ષના તમામ ધારાસભ્યો અને સાંસદૃોની બેઠક્ બોલાવી હતી. જેમાં જેડી(યુ) એનડીએમાંથી એકિઝટ ક્રશે તેવો નિર્ણય લેવાયો છે. ક્ેન્દ્રિય મંત્રી તેમજ ભાજપના નેતા ક્ૌશલ ક્શિોરે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા ક્હૃાું હતું ક્ે, તેઓ બિહારની હાલની રાજક્ીય સ્થિતિ વિશે ક્ંઈ ક્હેવા નથી માગતા, પરંતુ તેમણે એવો પણ દૃાવો ર્ક્યો હતો ક્ે, ભાજપ તરફથી ક્યારેય એવું ક્ંઈ નથી ક્રવામાં આવ્યું ક્ે જેનાથી વિવાદૃ સર્જાય અને સાથી પક્ષ સાથેના ગઠબંધન પર તેની અસર પડે. તેમણે એમ પણ ક્હૃાું હતું ક્ે જેડી(યુ) પોતાની રીતે નિર્ણય લેવા સ્વતંત્ર છે, પરંતુ ભાજપ સીએમના પદૃે નીતિશ ક્ુમાર યથાવત રહે તેવું ઈચ્છે છે.
નીતિશ ક્ુમારના ભાજપ સાથેના મતભેદૃ ભલે હાલ ખૂલીને બહાર આવ્યા હોય, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમની વચ્ચે બધું યોગ્ય રીતે નહોતું ચાલી રહૃાું. બીજી તરફ, તેજસ્વી યાદૃવ પણ નીતિશની સ્થિતિ જોઈને ફરી સત્તામાં આવવાનો મોક્ો શોધી રહૃાા હતા. એક્ સમય હતો જ્યારે તેજસ્વી નીતિશ ક્ુમારને પલ્ટુરામ ક્હેવાનો એક્ેય મોક્ો છોડતા નહોતા. જોક્ે, એપ્રિલથી જ તેમણે નીતિશની ટીક્ા ક્રી હોય ત્યારે પણ તેમને પલ્ટુરામ નથી ક્હૃાા. હવે નીતિશ ક્ુમારે ભાજપ સાથે સત્તાવાર રીતે છેડો ફાડી દૃીધો છે ત્યારે આરજેડી અને જેડીયુ વચ્ચે ફરી ગઠબંધન થવાની ઘડીઓ ગણાઈ રહી છે. એવું પણ જાણવા મળી રહૃાું છે ક્ે, બંને પક્ષો વચ્ચે વિભાગો વેચવાને લઈને પણ સમજૂતી થઈ ચૂક્ી છે. 2005થી પોતાની પાસે ગૃહ વિભાગ રાખતા નીતિશ આ વખતે તેજસ્વીને ગૃહમંત્રી બનાવે તેવી પણ શક્યતા છે.

રિલેટેડ ન્યૂઝ