સતત ૨૨મા દિૃવસે પેટ્રોલમાં ૫ પૈસા અને ડિઝલમાં ૧૩ પૈસાનો વધારો

દિૃલ્હીમાં પેટ્રોલ ૮૦.૪૩ અને ડિઝલ ૮૦.૫૩ની સપાટીએ

(જી.એન.એસ.)
ન્યુ દિૃલ્હી,તા.૨૯
પેટ્રોલ અને ડીઝલમાં રવિવારે થોડી રાહત મળી હતી. સતત ૨૧ દિૃવસ સુધી ભાવ વધારો થયા બાદૃ રવિવારે પેટ્રોલ ડીઝલની િંકમતમાં કોઇ વધારો નહોતો થયો, પરંતુ રાહતના આગલા જ દિૃવસે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થયાં છે. સોમવારે અઠવાડિયાના પહેલા જ દિૃવસે પેટ્રોલ અને ડીઝલની િંકમત વધી. રાજધાની દિૃલ્હીમાં સોમવારે પેટ્રોલની િંકમતમાં ૦.૦૫ રૂપિયાન વધારો નોંધાયો છે.
આ તેજી સાથે રાષ્ટ્રીય રાજધાની દિૃલ્હીમાં પટ્રોલની િંકમત વધીને ૮૦.૪૩ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઇ છે. પેટ્રોલથી પણ વધુ ખરાબ હાલ ડીઝલના છે. અત્યાર સુધી ડીઝલની િંકમત હંમેશા પેટ્રોલથી ઓછી જ હેતી હતી, પરંતુ હવે ડીઝલ પેટ્રોલને પણ પાછળ છોડી ચૂક્યું છે. સોમવારે રાજધાની દિૃલ્હીમાં ડીઝલ ૧૩ પૈસા મોંઘું થયું. જે બાદૃ ડીઝલ ૮૦.૫૩ રૂપિયા પ્રતિ લીટરે મળી રહૃાું છે.
અમદૃાવાદૃમાં આજે પેટ્રોલની િંકમતમાં ૫ પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની િંકમતમાં ૧૩ પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી િંકમતો લાગૂ થયા બાદૃ આજે અમદૃાવાદૃમાં પેટ્રોલ ૭૭.૯૧ રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ ૭૭.૮૫ રૂપિયા પ્રતિ લીટરે મળી રહૃાું છે.
જણાવી દૃઈએ કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની િંકમતો સ્થિર રહી છે, પરંતુ ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની િંકમતો વધી રહી છે. હાલ ઈન્ડિયન બાસ્કેટ ક્રૂડ ઓઈલની િંકમત ૪૨ ડૉલર પ્રતિ બેરલની આસપાસ છે, પરંતુ પેટ્રોલ-ડીઝલની િંકમતો આ મહિને સતત વધતી જોવા મળી છે. જેના પગલે છેલ્લા ૨૩ દિૃવસોમાં જ ડિઝલની િંકમતમાં ૧૧.૨૩ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જ્યારે પેટ્રોલના ભાવ પર ૯.૧૭ રૂપિયા જેટલા વધ્યા છે.


રિલેટેડ ન્યૂઝ