પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વિરુદ્ધ રાહુલ ગાંધીએ કેમ્પેઈન શરૂ કર્યું

(જી.એન.એસ.)
ન્યુ દિૃલ્હી,તા.૨૯
દૃેશમાં કોરોના વાયરસથી સામાન્ય માણસ પરેશાન છે અને ઉપરથી લોકડાઉનમાં ધંધો બંધ થઈ ગયો છે. આ બધાની વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી દૃરરોજ પેટ્રોલ અને ડીઝલની િંકમતોમાં વધારો થઈ રહૃાો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે આ મુદ્દે વિરોધ પ્રદૃર્શન યોજવામાં આવી રહૃાા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સવારે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેમણે પેટ્રોલ અને ડીઝલની વધતી િંકમતો સામે બોલવાની અપીલ કરી હતી.
એક વીડિયો શેર કરી રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે ચાલો SpeakUp AgainstFuelHike અભિયાનમાં જોડાઈએ. હકીકતમાં સોમવારે સવારે ૧૦ વાગ્યે કોંગ્રેસ પાર્ટી દૃેશભરમાં પેટ્રોલ અને ડીઝલની વધતી િંકમતોનો વિરોધ કરી રહી છે.
આ સિવાય કોંગ્રેસના તમામ નેતાઓ, મુખ્ય પ્રધાનો અને અન્ય અધિકારીઓ આ મુદ્દે તેમના સોશ્યલ મીડિયા પર વીડિયો અપલોડ કરશે. અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીએ સૈનિકો અને ચીનના મુદ્દે આ કામ કર્યું હતું.
સોમવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરેલા વીડિયોમાં એવું કહેવામાં આવી રહૃાું છે કે કોરોના સંકટ અને ચીન સાથે કથળતી પરિસ્થિતિ વચ્ચે સરકારે સામાન્ય માણસને તેમની ખરાબ હાલતમાં છોડી દૃીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકો પાસે રોજગાર નથી અને કેન્દ્ર સરકાર ૨૧ દિૃવસથી દૃરરોજ ભાવમાં વધારો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીને આ મુદ્દે એક પત્ર લખ્યો હતો. સોનિયાએ અપીલ કરી હતી કે આ સમયે લોકોને નોકરી જઈ રહી છે, તેવા સંજોગોમાં સરકારે તાત્કાલિક વધેલા ભાવ પાછા લેવા જોઈએ.

રિલેટેડ ન્યૂઝ