સૈયદૃ અલી ગિલાનીએ હુર્રિયત કોન્ફરન્સમાંથી રાજીનામું આપ્યું

હુર્રિયતની પ્રવર્તમાન સ્થિતિને જોતા નિર્ણય લીધો હોવાનું ઓડિયો સંદૃેશમાં કહૃાું, હુર્રિયતના બધા ઘટકને જાણ કરી

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
શ્રીનગર, તા. ૨૯
કાશ્મીરના અલગતાવાદૃી નેતા સૈયદૃ અલી શાહ ગિલાની એક ઓડિશો મેસેજ દ્વારા હુર્રિયત કોન્ફરન્સમાંથી રાજીનામું આપી દૃીધું છે. મેસેજમાં ગિલાનીએ જણાવ્યું છે કે, તેમણે તેમના નિર્ણય અંગે બધાને જાણ કરી દૃીધી છે. ગયા વર્ષે આર્ટિકલ-૩૭૦ને નાબૂદૃ કર્યા બાદૃથી જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સ્થિતિ સતત બદૃલાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદૃેશમાં વિભાજીત કર્યા બાદૃથી અલગતાવાદૃીઓમાં આ સૌથી મોટું રાજકીય ઘટનાક્રમ છે. ગિલાનીએ સોમવારે ઓડિયો સંદૃેશમાં જણાવ્યું છે કે, હુર્રિયતની હાલની સ્થિતિને જોઈને મેં આ નિર્ણય લીધો છે. હુર્રિયતના તમામ ઘટકોને મારા નિર્ણયની જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગિલાની હુર્રિયત કોન્ફરન્સના આજીવન અધ્યક્ષ નિયુક્ત હતા. વર્ષ ૨૦૧૦ પછી એ મોટાભાગનો સમય ઘરમાં જ નજરકેદૃ રહૃાા છે. ગિલાનીએ કહૃાું કે પાકિસ્તાનના કબજાયુક્ત કાશ્મીરમાં હુર્રિયત કોન્ફરન્સના સભ્યોની ગતિવિધિઓની પાર્ટી દ્વારા વિવિધ આરોપોની તપાસ કરાઈ રહી છે. બે પેજના પત્રમાં તેમણે લખ્યું કે આ પ્રતિનિધિઓની ગતિવિધિઓ ત્યાં(પીઓકે) સરકારમાં સામેલ થવા માટે વિધાનસભા અને મંત્રાલયોમાં જવા પુરતી સીમિત કરાઈ હતી. કેટલાક સભ્યોને સસ્પેન્ડ કરાયા, જ્યારે અન્ય પોતાની ખુદૃની બેઠક કરવા માંડ્યા હતા. આ ગતિવિધિઓ માટે તમે(ઘટકોને) પોતાના નિર્ણયનું સમર્થન કરવા માટે એક બેઠક આયોજીત કરવા સમર્થન કર્યું. ઉલ્લેખનીય છે કે ગિલાની હુર્રિયત કોન્ફરન્સના કટ્ટર જૂથનું નેતૃત્વ કરી રહૃાા હતા, જ્યારે ઉદૃારવાદૃી જૂથનું નેતૃત્વ મૌલવી મીરવાઇઝ ઉમર ફારુક કરી રહૃાા હતા.

રિલેટેડ ન્યૂઝ