ગેંગસ્ટર વિકાસ દૂબેનું ખતરનાક કબૂલાતનામુ: લાશોનો કિલ્લો બનાવી સળગાવવા માંગતો હતો

આગ લગાવવા માટે ઘરમાં કેરોસીન પણ રાખેલું

ઉજ્જૈન તા.9
ગેંગસ્ટર વિકાસ દુબે આખરે પોલીસના હાથ લાગી જ ગયો છે. હવે વિકાસ દુબે એક પછી એક ખુલાસા કરી રહ્યો છે. 8 પોલીસકર્મીઓની હત્યાને લઈને વિકાસે ખુલાસો કર્યો છે કે, ઘટના બાદ ઘરની બાજુમાં આવેલા કુવાની પાસે પાંચ પોલીસકર્મીઓની લાશો એક ઉપર એક એમ ગોઠવવામાં આવી હતી.
વિકાસે કરેલા હિચકારા ખુલાસા પ્રમાણે આ આઠેય મૃત પોલીસકર્મીઓની લાશોને સળગાવી દેવાનો પ્લાન હતો. જેથી કરીને પુરાવાઓનો સદંતર નાશ કરી શકાય. વિકાસના જણાવ્યા પ્રમાણે પોલીસકર્મીઓને આગ લગાડવા માટે ઘરમાં પીપડામાં તેલ પણ ભરી રાખવામાં આવ્યું હતું.
મધ્ય પ્રદેશના ઉજજૈનમાંથી ઝડપાયેલો યુપીનો કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેને યુપી લઈ જવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે હવે વિકાસ દૂબેએ પોતાના કબૂલનામું સામે આવ્યુ છે. સૂત્રો મુજબ પોલીસની સામે તેણે નિવેદન આપ્યુ છે. આ નિવેદન પરથી ખબર પડે છે કઈ રીતે તેણે સીઓ અને પોલસ કર્મીઓની હત્યા કરી હતી. એટલુ જ નહીં, પોલીસકર્મીઓના મૃતદેહ સળવાનું ષડયંત્ર કરી તમામ પુરાવા પણ નષ્ટ કરવાની હરકત કરી હતી.
વિકાસ દૂબેએ જણાવ્યુ હતું કે, કાનપુરમાં ઘટેલી આ ઘટના બાદ તેના ઘરની નજીક આવેલા કુવામાં પાંચ પોલીસકર્મીઓના મૃતદેહને તેણે એક પર એક એમ રાખ્યા હતા. જેથી આગ લગાવી પુરાવા નષ્ટ કરી શકાય. આગ લગાવવા માટે ઘરમાં કેરોસીન રાખ્યુ હતું. એક 50 લિટરના ગેલનથી સળગાવવાનો પ્લાન હતો. પણ મૃતદેહો એકઠા કરવામાં સમય જ ના રહ્યો. આખરે તે ફરાર થઈ ગયો હતો.
વિકાસ દૂબેએ સીઓ દેવેન્દ્ર મિશ્ર વિશે જણાવ્યુ હતું કે, મારે અને તેને સારુ બનતુ નહોતું. ઘણીવાર દેવેન્દ્ર મિશ્રાએ મને જોઈ લેવાની ધમકી આપી હતી. પહેલા પણ વિવાદ થયો હતો. વિનય તિવારીએ પણ જણાવ્યુ હતું કે, સીઓ તારી વિરુદ્ધ છે. એટલા માટે મને તેના પર ગુસ્સો હતો. સીઓને તેના મકાનની સામે જ મારી નાખ્યો. પગ પર પણ ઘા કર્યો હતો. સીઓનું ગળુ નહોતુ કાપ્યુ, કાન પાસેથી માથા ગોળી મારી હતી, એટલા માટે અડધો ચહેરો ફાટી ગયો હતો. આ વિકાસ દુબેના ભયાનક કબુલાતનામાથી પોલીસ બેડા સહિત દેશભરમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસ પર જ આટલુ ઘાતકી કૃત્ય કરનારા વિકાસ સાથે પોલીસ શું પગલા ભરશે તે જોવાનું રહ્યું.

રિલેટેડ ન્યૂઝ