આખરે IPL માટે માર્ગ મોકળો થયો: UAE ાંમાંરમાવવાનું ફાઇનલ

તારીખ હવે નક્કી થશે: બ્રિજેશ પટેલની જાહેરાત

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી,તા.21
એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ 2020નાં રદ્દ થયા
બાદ આઈપીએલ 2020નાં આયોજનનો રસ્તો પહેલાથી જ સાફ થઈ ગયો હતો, પરંતુ ફેન્સનાં મનમાં પ્રશ્ન હતો કે આખરે આ ટૂર્નામેન્ટ ભારતમાં આયોજિત થશે અથવા વિદેશમાં.
હવે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલનાં ચેરમેન બૃજેશ પટેલે આઈપીએલનાં આયોજન સ્થળથી પડદો ઉઠાવ્યો છે. બૃજેશ પટેલે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કરી દીધું છે કે વર્ષ 2020ની આઈપીએલ યૂએઈમાં આયોજિત કરવામાં આવશે. બૃજેશ પટેલે એ પણ કહ્યું છે કે અત્યારે આઈપીએલનાં આયોજનની તારીખ નક્કી નથી.
એક વાતચીતમાં બૃજેશ પટેલે કહ્યું કે, યૂએઈમાં આઈપીએલ 2020નું આયોજન થશે, પરંતુ અત્યારે ટૂર્નામેન્ટની તારીખ નક્કી નથી. બૃજેશ પટેલે જાણકારી આપી કે આગામી અઠવાડિયે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની વિડીયો બેઠક થશે જેમાં ટૂર્નામેન્ટની તારીખો અને માનક સંચાલન પ્રક્રિયા પર નિર્ણય કરવામાં આવશે. બૃજેશ પટેલે આગળ કહ્યું કે, જેવી ભારત સરકાર તરફથી તેમને મંજૂરી મળશે ત્યારબાદ આઈપીએલ 2020નું શેડ્યૂલ તૈયાર કરવામાં આવશે. એવું માનવામાં આવતુ હતુ કે આઈપીએલનું આયોજન 28 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી ચાલશે, જો કે બૃજેશ પટેલે આને ફગાવી દીધું છે.
તેમણે કહ્યું કે, ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે. બૃજેશ પટેલે આગળ કહ્યું કે, યૂએઈએ અમને આઈપીએલ આયોજિત કરવાની ઑફર કરી હતી અને હવે તેને ત્યાં આયોજિત કરવાની જાણકારી આપીશું, પરંતુ આ પહેલા આઈપીએલની તારીખો અને સંપૂર્ણ શેડ્યૂલ તેમને આપવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે યૂએઈએ પહેલાથી જ આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી છે. દુબઈ સ્પોર્ટ્સ સિટીનાં હેડ ઑફ ક્રિકેટ ઇવેન્ટ્સ સલમાન હનીફે આ જાણકારી આપી હતી કે તેઓ આઈપીએલને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યા છે

રિલેટેડ ન્યૂઝ