1લી ઓગષ્ટ વર્લ્ડ લંગ કેન્સર ડે..

સૌથી ઘાતક કેન્સરમાંનું એક દુનિયા માં દર પાંચમું કેન્સર દર્દી ફેફસાંનાં કેન્સરથી પીડિત હોય છે અને મૃત્યુ પામે છે

ફેફસાંના કેન્સરને હરાવવા માટે અમેરિકામાં આખી લંગ ફોર્સ નામની રાષ્ટ્રીય લેવલની ચળવળ ચાલે છે, ફેફસાં નું કેન્સર વિશ્વમાં થતા કેન્સરનું સૌથી મુખ્ય કેન્સર છે. વિશ્વમાં દર પાંચ કેન્સરનાં દર્દીમાં થી એક ફેફસાં ના કેન્સરનું દર્દી હોય છે. જે સ્ત્રીઓ અને પુરુષોમાં કેન્સરનાં મૃત્યુનું મુખ્ય કારણ છે. માટે જ 1લી ઓગષ્ટ વર્લ્ડ લંગ કેન્સર ડે તરીકે મનાવાય છે.
વિશ્વ ફેફસાના કેન્સર દિવસને માન્યતા આપવા માટે, અમેરિકન ફેફસાના એસોસિએશનની લંગ ફોર્સ પહેલ દરેકને આ રોગના જોખમી પરિબળો વિશે શીખવા અને ફેફસાના કેન્સરની તપાસ દ્વારા
ફેફસાના કેન્સરને હરાવવા માટે લંગ ફોર્સના પ્રયત્નોના સપોર્ટમાં સમાજનાં દરેક લોકોએ નીચેની મહત્વપૂર્ણ એક્શનો કરવી જોઈએ.
ફેફસાના કેન્સર માટેના જોખમી પરિબળોની સમીક્ષા કરવી:
એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે કોઈને પણ ફેફસાંનું કેન્સર થઈ શકે છે. આ રોગ માટેનું જોખમ ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે ખતરનાક પદાર્થોના સંસર્ગને કારણે આ કેન્સર આપણને ન થાય તે માટે પગલાં લેવાં. ફેફસાંનાં કેન્સરનાં જોખમી પરિબળો જેવાં કે…
4વ્યક્તિ પોતે ધૂમ્રપાન કરતી હોય અથવા એ જેની સાથે જીવે રહે છે તે વ્યક્તિ ધુમ્રપાન કરતી હોય,
4રેડોન ગેસનો સંપર્ક,
4વાયુ પ્રદૂષણ મુખ્ય કારણો છે.
ફેફસાના કેન્સર નું વહેલાસર સ્ક્રીનીંગ
જે વ્યક્તિઓમાં જોખમી પરિબળોનું એક્સપોઝર અમુક વર્ષોથી છે જ તેવા લોકોમાં લો ડોઝ સીટી સ્કેન ટેક્નિક થી વહેલાસર સ્ક્રીનીંગ કરીને વહેલાસર નિદાન કરવાથી વ્યક્તિ ની જીવન બચી જવાની શક્યતા ઓ ખુબ વધી જાય છે.55થી80 વર્ષની ઉંમરનાં લોકો કે જેઓ છેલ્લા 30 વર્ષથી રોજની એક પેકેટ સિગરેટ અથવા 15 વર્ષથી રોજની બે પેકેટ સિગરેટનું ધુમ્રપાન કરે છે.
માટે વિશ્વ ફેફસાં કેન્સર દિવસે આ જોખમી પરિબળો વાળી વ્યક્તિઓ આગોતરા સ્ક્રીનીંગ કરાવી બચી શકે છે.
આમ ફેફસાના કેન્સરના જોખમી પરિબળો વિસ્તારથી જોઈએ તો…

 1. ધુમ્રપાન- વ્યક્તિ પોતે કે એની નજીક એની સાથે રહેતી વ્યક્તિ દ્વારા કરાતું હોય. એ પછી સિગારેટનું, બીડીનું કે પછી સિગાર નું હોય.
 2. જે લોકો એસ્બેસ્ટોસ જેમ કે ખાણો, મિલો, કાપડ બનાવવામાં વપરાતાં છોડ, સ્થળો જ્યાં ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે, અને શિપયાર્ડ્સ માં કામ કરે છે, તેઓમાં ફેફસાના કેન્સરથી મૃત્યુ થવાની સંભાવના ઘણી ગણી વધી જાય છે.કેમકે આ દરેક સ્થળે કામ કરતી વ્યક્તિનું એસબેસટોઝ નામના કેમિકલ માટેનું એક્સપોઝર વધી જાય છે.
 3. વિશ્વ કક્ષાની બે મોટી યુનિવર્સિટીની સ્ટડીમાં શોધી કઢાયું છે કે ધૂમ્રપાન કરનારાઓ, જેમણે બીટા કેરોટિન સપ્લિમેન્ટ્સ લીધા હતા, તેમને ફેફસાના કેન્સરનું જોખમ વધ્યું હતું. આ અભ્યાસના પરિણામો સૂચવે છે કે ધૂમ્રપાન કરનારાઓએ બીટા કેરોટિન વાળા ડાયેટરી સપ્લીમેન્ટ લેવાનું ટાળવું જોઈએ.
  4.પીવાનાં પાણીમાં જો નિયમિત રીતે આરસેનિક નામના કેમિકલ નું પ્રમાણ વધુ રહેતું હોય તો એવું પાણી લાંબા સમય સુધી પીવાથી ફેફસાંનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
 4. બીજા કોઈ કેન્સર જેવાં કે બ્રેસ્ટનું કેન્સર કે હોજક્ધિસ લીમફોમા માટે છાતીનાં ભાગમાં રેડિયેશન થેરાપી લીધી હોય તો એવા વ્યક્તિઓ જેઓ ધુમ્રપાન પણ કરતા હોય તેમાં ફેફસાનું પણ કેન્સર થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે.
 5. વાયુ પ્રદુષણ- જો કે ધુમ્રપાન જેટલું ભયંકર જોખમી તત્વ નથી પણ એવું જાણવા મળ્યું છે કે દુનિયામાં જેટલા ફેફસાના કેન્સરથી મૃત્યુ થાય છે એમાં પાંચ ટકા દર્દીઓ વાયુ પ્રદુષણ થી થયેલા ફેફસાના કેન્સરથી પીડિત થયા હોય છે.
  7.વ્યક્તિગત કે ફેમિલી ઈતિહાસ જો ફેફસાનું કેન્સર હોવાનું જણાવી રહ્યો હોય તો.
  હવે એનાં બીજા અગત્યનાં પાસા એટલે કે લક્ષણો વિશે પણ જાણી લઈએ તો…
  4જુની ઉધરસ જેમાં સાથે લોહી પડવું.
  4કોઈ કામકાજ કરતા કે થોડું પણ ચાલવાથી હાંફી જવાય શ્વાસ લેવામાં તકલીફ પડે.
  4શ્વાસ લેતી વખતે ઘરઘરાટી કે સીટી વાગતી હોય એવો છાતીમાં અવાજ આવવો.
  4મોઢામાંથી નીકળતો અવાજ પહેલા કરતાં ઘોઘરો કર્કશ થઈ જવો.
  4કારણ વગર, કોઈ જાતના પ્રયત્નો વગર વજન સતત ઘટતું જવું.
  4ભૂખ ન લાગવી
  4હાડકામાં દુખાવો થવો અને આ દુખાવોનું હલનચલન અને રાતના સમયમાં વધી જવું.
  આમ ફેફસાના કેન્સર અંગેની જાગૃતિ માટે આ કેન્સર થવાનાં સંભવિત જોખમી કારણો અને આ કેન્સરના સંભવિત લક્ષણો જાણવા સુધીનું નોલેજ ઘણું મહત્વનું કામ કરશે.

રિલેટેડ ન્યૂઝ