નાગપુરમાં અફેગ્રો ફેક્ટરીમાં બોઈલર ફાટતા પાંચ કામદારોના મૃત્યું

કંપનીની બેદરકારીનો આરોપ લગાવી મૃતકના
પરિવારજનો મૃતદેહો સ્વીકારવાનો ઈનકાર

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
નાગપુર, તા.૧
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં શનિવારે એક ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી પાંચ કામદૃારોનાં મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ દૃુર્ઘટના માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની ફેક્ટરીમાં બની હતી. આ ફેક્ટરી ઉમરેડ તાલુકાના બેલા ગામમાં છે. અહીં બાયોગેસ પ્લાન્ટ પાસે બપોરે લગભગ સવા બે વાગ્યે દૃુર્ઘટના બની હતી. બ્લાસ્ટમાં મૃત્યુ પામનારાઓમાં મંગેશ પ્રભાકર નૌકારકર (૨૧), લીલાધર વામનરાવ િંશદૃે (૪૨), વાસુદૃેવ લાદૃી (૩૦), સચિન પ્રકાશ વાઘમારે (૨૪) અને પ્રતાપ પાંડુરંગ મૂન (૨૫)નો સમાવેશ થાય છે. તેઓ બડગાંવના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે સચિન વાઘમારે ફેક્ટરીમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો. જ્યારે બાકીના લોકો હેલ્પર હતા. બ્લાસ્ટમાં મજૂરોને ગંભીર ઇજા બાદૃ ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. મૃતકોના પરિવારજનો અને ગામના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. પરિવારજનો તેમજ સ્થાનિકોએ કંપનીની બેદૃરકારીની ફરિયાદૃ કરતા મૃતદૃેહ સ્વીકારવાની ના પાડી છે. તેમની માગ છે કે કંપની મેનેજમેન્ટ તરફથી કોઇ આવે અને બોડીને કબજામાં લે. નાગપુર પોલીસ અધિક્ષક રાકેશ ઓલા અને ઉમરેડના કોંગ્રેસના ધારાસભ્ય રાજૂ પરવે પણ ઘટનાસ્થળે ઉપસ્થિત છે.

રિલેટેડ ન્યૂઝ