અડવાણી અને મુરલી મનોહર જોષીને રામ મંદિર ભૂમિપૂજનમાં આમંત્રણ નહીં

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા. 1
રામ મંદિર બનાવવા માટે સૌથી મોટું કોઈનું આંદોલન હોય તો તે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને વિશ્વ હિન્દુ પરિષદનું છે. જેમને મોદીએ આમંત્રણ આપ્યું નથી. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને કોઈ ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. અન્ય કોઈ વરિષ્ઠ નેતા, મુરલી મનોહર જોશી આમંત્રણ અપાયા નથી. આ બંને નેતાઓને હવે ફોન પર કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપવામાં આવશે. 5 ઓગસ્ટે અયોધ્યાની અનેક જાણીતી હસ્તીઓને રામ મંદિરના ભૂમિપૂજન માટે આમંત્રણ મોકલવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણસિંઘ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ છે. રામ મંદિર આંદોલનનો ચહેરો રહી ચૂકેલા નેતાઓમાં અડવાણી અને જોશી છે. તેના પર 1992ની બાબરી મસ્જિદ તોડવાની કાવતરું ઘડવાનો આરોપ છે.
આ બંનેએ હવે અયોધ્યા ન જવાનો નિર્ણય લીધો છે. જેઓ ઘરે બેઠા બેઠા જ ઓનલાઈન આ કાર્યક્રમમાં હાજરી આપશે.

રિલેટેડ ન્યૂઝ