ક્રિકેટમાં ફિકસીંગ કાબૂમાં કરવા સટ્ટો બા-કાયદા કરો !

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનો નવો તર્ક

(જી.એન.એસ) ન્યુ દિૃલ્હી,તા.૪
લોકસભા સાંસદૃ અને કોંગ્રેસ નેતા ડો. શશિ થરૂરે કહૃાું કે, ભારતમાં સ્પોર્ટ્સ બેિંટગને કાયદૃેસર કરવાથી સરકાર અને ખેલ ઉદ્યોગ બંનેને અનેક પ્રકારના ફાયદૃા થઈ શકે છે. આ ઉપરાંત શશિ થરૂરે કહૃાું કે, સટ્ટાને કાયદૃેસર કરી દૃેવાથી ક્રિકેટમાં મેચ ફિક્સિગંને કાબૂમાં લેવામાં પણ મદૃદૃ મળશે.
એક લાઈવ ચેટમાં કોંગ્રેસ સાંસદૃ શશિ થરૂરે કહૃાું કે, સટ્ટાબાજીને કાયદૃેસર કરવાથી સરકારને સારી એવી કમાણી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે તેને નિષ્પક્ષ ખેલ ઘોષિત કર્યું છે. અને તે બાદૃથી જ ભારતમાં ફેન્ટસી ક્રિકેટ ખુબ જ લોકપ્રિય બન્યું છે. ભારતની સૌથી મોટી ફેન્ટસી કંપની ડ્રીમ ૧૧ ઈન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્)ની ૧૩મી સિઝનની ટાઈટલ સ્પોન્સર પણ છે અને તેનાથી સમજી શકાય છે કે આ કેટલી ઝડપથી વિકસી રહી છે. આ ઉપરાંત શશિ થરૂરે કહૃાું કે, સરકાર આવા પ્લેટફોર્મથી ટેક્સ રેવન્યુ કમાઈ છે. ખેલ સટ્ટાબાજી આ રેવન્યુને વધારી શકે છે. વધુમાં થરૂરે જણાવ્યું કે, મેં ન ફક્ત ભલામણ કરી છે, પણ મેં ગત સંસદૃ સત્રમાં સભ્યોનું ખાનગી વિધેયક પણ રજૂ કર્યું છે, જે ખેલ સટ્ટાને કાયદૃેસર કરશે. થરૂરે જણાવ્યું કે, તે અંડરવર્લ્ડ પાસેથી સત્તા છીનવી લેશે. અત્યારે માફિયા કે જે સટ્ટાબાજીના સિન્ડિકેટને નિયંત્રિત કરે છે અને મેચો પર દૃાવ લગાવે છે, તે એવાં છે કે જેઓ મેચ ફિક્સિગં અને આ પ્રકારની હરકતો કરે છે.
તમે સટ્ટાબાજીને કાયદૃેસર કરી શકો છો, અને આમ કરતાં તમારું રેવન્યુ પણ વધે છે.

રિલેટેડ ન્યૂઝ