હરભજન મોટા ખુલાસાની ફિરાકમાં

ભારતીય ક્રિકેટ સંપૂર્ણ રીતે બદલી જશે તેવી ગંભીર હિંટ પણ આપી

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા. 12
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર હરભજન સિંહે ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી નામ પરત લઈને બધાને ચોકાવ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમનાર દિગ્ગજ સ્પિનરે અંગત કારણોસર ટૂર્નામેન્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી હતી. હવે તે એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છે. તેના વિશે પણ ભજ્જીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે.
ભજ્જીએ સોશિયલ મીડિયા પર શનિવારે સાંજે એક સંદેશ આપીને કહ્યુ કે, ક્રિકેટ વિશે તેને એવુ કંઇક જાણવા મળ્યું છે જેનાથી ક્રિકેટ સંપૂર્ણ રીતે બદલી જશે તે પણ હંમેશા માટે. ભજ્જીએ કઈ તરફ ઈશારો કર્યો તેની તો માહિતી મળી નથી પરંતુ તેણે લખેલા મેસેજથી લાગે છે કે કંઇક મોટો ધમાકો થવાનો છે. ભારતીય સ્પિનરે શનિવારે ટ્વિટર પર એક સંદેશ આપીને બધાને વિચારતા કરી દીધા છે.
ભજ્જીએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકો સાથે એક વાત શેર કરી છે. તેણે ટ્વીટ કરતા લખ્યું કે, તેને કંઇક એવી વાત જાણવા મળી છે જે ક્રિકેટની દુનિયામાં હંગામો મચાવવાની છે. એટલું જ નહીં તેણે કહ્યું કે, આ એક વસ્તુ થયા બાદ ક્રિકેટ હંમેશા માટે બદલી જશે. ક્રિકેટમાં આજકાલ ઘણા સમાચાર છે અને હાલ મને કંઇક એવું જાણવા મળ્યું છે જે ક્રિકેટની તસવીર સંપૂર્ણ રીતે બદલી નાખશે. હવે એવી કઈ વાત છે જેનાથી ક્રિકેટમાં સંપૂર્ણ રીતે પરિવર્તન આવશે. તેને જાણવા માટે લોકો ઉત્સુક છે.

રિલેટેડ ન્યૂઝ