સંસદ સત્રના પ્રારંભે જ હોબાળો

પ્રશ્ર્નકાળ ન થવા દેવા બદલ વિપક્ષે કહ્યું, લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયાસ: સદન કાલ સુધી સ્થગિત

(પ્રતિનિધિ)
નવી દિલ્હી તા.14
કોરોના મહામારી વચ્ચે 17મી લોકસભાનું ચોથું સત્ર આજથી શરૂ થયું છે. લોકસભામાં પ્રશ્ર્નકાળ ન થવા અંગે વિપક્ષે સવાલો કર્યા છે. ભારે હોબાળો થતાં લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સંસદના પ્રથમ દિવસે હોમિયોપેથી માટે રાષ્ટ્રીય પંચ-2020 અને ભારતમાં ચિકિત્સા પદ્ધતિ માટે રાષ્ટ્રીય પંચ બનાવવા સહિતના બે બિલ પાસ થયા હતા. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, પ્રશ્ર્નકાળ ગૃહની કાર્યવાહીનો મહત્વનો ભાગ છે. આ ગોલ્ડન અવર્સ છે, પરંતુ તમે કહી રહ્યા છો કે વિશેષ પરિસ્થિતિના કારણે પ્રશ્ર્નકાળ નહીં થઈ શકે. તમે લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો.
તો આ તરફ એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે, સરકારે અમારી પાસેથી સવાલો પુછવાનો અધિકાર છીનવી લીધો છે. વિપક્ષના અન્ય સભ્યોએ પણ કહ્યું કે, પ્રશ્ર્નકાળ થવો જરૂરી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ કહ્યું કે, પ્રશ્ર્નકાળ સંસદીય પ્રણાલીના મૂળભૂત ઢાંચા સાથે જોડાયેલો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પ્રશ્ર્નકાળના મુદ્દે સરકારનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, અસાધારણ પરિસ્થિતિમાં સંસદની કાર્યવાહી આપણે કરવી પડે છે. ચાર કલાક માટે ગૃહ ચાલશે. મેં અપીલ કરી હતી કે આમા પ્રશ્નકાળ ન હોય. અડધા કલાકનો ઝીરો અવર હોય. ગૃહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારપછી કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરી દીધી હતી. તો આ તરફ રાજ્યસભામાં કામકાજ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. પહેલા દિવસે રાજ્યસભામાં ઉપસભાપતિ પદની ચૂંટણી યોજાશે. લોકસભાની કાર્યવાહી સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી,પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ડીએમકે અને સીપીઆઇએ નીટ એક્ઝામના કારણે 12 વિદ્યાર્થીઓની આત્મહત્યા અંગે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો.
પહેલી વખત એક ગૃહની બેઠકમાં બન્ને ગૃહોની ચેમ્બર અને ગેલેરીનો ઉપયોગ કરાયો. એટલે કે લોકસભાની કાર્યવાહી આજ સવારે શરૂ થઈ ત્યારે ઘણા સભ્ય લોકસભામાં તો ઘણા રાજ્યસભામાં બેઠા હતા. સત્રના પહેલા દિવસ રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે ચૂંટણી યોજાશે. વિપક્ષ તરફથી આરજેડી નેતા મનોજ ઝા અને ગઉઅથી ઉંઉઞ નેતા હરિવંશ વચ્ચે કાંટાની ટક્કર છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં ચીન સરહદ વિવાદ અંગે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. સીપીએમ દિલ્હી રમખાણના મામલામાં પાર્ટી નેતા સીતારામ યેચુરીનું નામ આવવાનો મુદ્દો બનાવી રહી છે. સીપીએમ સાંસદ અખ આરિફે લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. કોરોના દરમિયાન જ્યાં સુધી કોઈ દવા ન આવી જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઢીલ ન મૂકશો.સત્ર પહેલા 5 સાંસદોને કોરોના, અન્ય 9 સાંસદ પણ પહોંચ્યા નથી.

રિલેટેડ ન્યૂઝ