યોગીએ બનાવી ‘ઓન ધ સ્પોટ’ ફેંસલાવાળી સ્પે. સિક્યુરિટી ફોર્સ

(પ્રતિનિધિ)
લખનૌ તા.14
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની રચના કરી છે. સરકાર તરફથી આ મામલે અધિસૂચના પણ જાહેર કરી દેવામાં આવી છે. ને ઉત્તર પ્રદેશમાં વોરંટ વગર જ ધરપકડ અને તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશ સરકારની મંજુરી વગર ના અધિકારીઓ, કર્મચારીઓ વિરૂદ્ધ કોર્ટ પણ સંજ્ઞાન નહીં લઈ શકે.
હવેથી આખા ઉત્તર પ્રદેશની મહત્વની સરકારી ઈમારતો, ઓફિસો, ઔદ્યોગિક એકમોની સુરક્ષા જ કરશે. ની સેવાઓ પૈસા ચુકવીને ખાનગી ક્ષેત્ર પણ લઈ શકશે. ના ચીફ સ્તરના અધિકારી હશે. તેનું હેડક્વાર્ટર લખનૌમાં રહેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 26 જૂને ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સની રચનાને મંજુરી આપી દીધી હતી. કેબિનેટ બાઈ સર્ક્યુલર દ્વારા ની રચનાને મંજુરી આપવામાં આવ્યા બાદ હવે ગૃહ વિભાગે તેનો પરિપત્ર જાહેર કરી દીધો છે. પ્રારંભીક તબક્કે ની પાંચ બટાલિયનો હશે. ઉત્તર પ્રદેશ ને આગવી સત્તા આપવામાં આવી છે. જેને અંતર્ગત ના કોઈ પણ કર્મચારીને એમ લાગશે કે સર્ચ વોરંટ ઇસ્યૂ કરાવવામાં સમય લાગવાથી જે તે ગુનેગાર નાસી છુટી શકે છે કે પુરાવાનો નાશ કરી શકે છે તો આ સ્થિતિમાં તે કોઈ પણ ગુનેગારની ધરપકડ કરી શકે છે. એટલુ જ નહીં તે તત્કાળ ગુનેગારની સંપત્તિ અને ઘરની તપાસ પણ કરી શકે છે. ના જવાન આમ ત્યારે જ કરી શકશે જ્યારે તેમને સંપૂર્ણ વિશ્વાસ હોય કે જેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેને ગુનો કર્યો જ છે. કોર્ટ પણ ઉત્તર પ્રદેશ સરકારની મંજુરી વગર ના અધિકારીઓ, કર્મચારીઓ વિરૂદ્ધ કોર્ટ પણ સંજ્ઞાન નહીં લઈ શકે. ઉત્તર પ્રદેશમાં વધતી જતી ગુનાખોરી, માફિયાઓ અને આતંકવાદ સાથેના કનેક્શનને ધ્યાનમાં રાખીને યોગી સરકારે આ ફોર્સની રચના કરી છે. યોગી સરકાર આતંકવાદી પ્રવૃત્તિઓ પર લગામ તાણશે.

રિલેટેડ ન્યૂઝ