ભાવિ યુદ્ધ માટે ‘સ્ટાર વોર’ સ્ટાઇલના શસ્ત્રો વિકસાવાશે

ડિફેન્સ રિસચર્ફ એન્ડ ડેવ. ઓર્ગેનાઈઝેશન (DRDOનો હાઈ પાવર પ્લાન

નવીદિલ્હી તા,14
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) હાઈએનર્જી લેઝર્સ અને હાઈપાવર માઈક્રોવેવ જેવા નિર્દેશિત ઉર્જા શસ્ત્રોની યોજના બનાવી રહ્યું છે. જે ભવિષ્યમાં સમગ્ર દુનિયામાં તરખાટ મચાવશે.
આ રાષ્ટ્રીય કાર્યક્રમ ટુંકા, માધ્યમ અને લાંબા ગાળાના લક્ષ્યોનો છે. જેનો ઉદેશ્ય સ્થાનિક ઉદ્યોગો સાથે મળી 100 કિ.વો. પાવર સુધીના વિવિધ ડીઈડબલ્યુ વિકસાવવાનો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુેજબ ડીઆરડીઓ ઘણા સમયથી ઘણા ડીઈડબલ્યુ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. જેમાં કેમિકલ ઓક્સિજન આયોડીન અને હાઈપાવર ફાઈબર, લુેસર અને ખુબજ ગુપ્ત એવું કાલી જે એક બીનવેપન્સ છે જે મિસાલ તથા એયરક્રાફ્ટની સામે સોફ્ટકીલનું કામ કરે છે. મહત્વનું છે કે આ હથિયાર હજુ પુરી રીતે કાર્યરત નથી. પરંતુ પૂર્વ લદ્ખમાં ચીન સામે ચાલી રહેલા તનાવને પગલે હવે ડીઈડબલ્યુનું કામ ખુબજ ઝડપથી ચાલી રહ્યું છે.
ડીઆરડીઓએ અત્યાર સુધીમાં બે એન્ટી ડ્રોન ડીઈડબલ્યુ સિસ્ટમ વિકસાવી છે જેને ઉદ્યોગોની મદદથી હવે મોટી સંખ્યામાં ઉત્પાદન કરવામાં આવશે. એક ટ્રેઈલર માઉન્ટ થયેલ ડીઈડબલ્યુ છે. જેમાં ૅ કી.મી. રેન્જ પર હવાઈ લક્ષ્યોને સાધવા માટે 10 કિલો વોટનું લેસર છે જયારે બીજુ 1કિલોમીટર રેન્જ માટે 2 કિલોવોટ લેસર વાળુ કોમ્પેક્ટ ટ્રાઈપોડ માઉન્ટ તૈયાર થયેલ છે.
અધિકારીઓએ જણાવ્યું કે ક્ષેત્રની કામગીરીમાં ગુપ્તચર એજન્સી પોલીસદળ બંને આ સિસ્ટમનો બખુબી ઉપયોગ કરી શકે છે. બંને સિસ્ટમ્સ કમાન્ડ અને કંટ્રોલ લિંક્સને જામ કરીને તેમના ઈલેક્ટ્રોનીકસ લેસર દ્વારા માઈક્રોડ્રોનને નુકસાન પહોંચાડી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્વદેશી પ્રણાલીઓ યુ.એસ., રશિયા, ચીન, જર્મની અને ઈઝરાઈલ જેવા દેશો દ્વારા બહુવિધ ડ્રોન વાહનો અને બોટનો નાશ કરવામાં ઉપયોગ લેવાય છે. ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો પહેલા યુ.એસ.એ. ડ્રોનને શરુ કરવા માટે યુધ્ધ જહાજમાંથી 33 કિ.વો.ના લેઝર હથિયારનું પરીક્ષણ કર્યું હતું.
જો કે ભારતીય આર્મી પાસે 20 વ્યૂહાત્મક ઉચ્ચ ઉર્જા લેસર સિસ્ટમ્સ છે જે પ્રથમ તબકકામાં 6-8 કિ.મી.ની રેન્જમાં રડાર સિસ્મટનો નાશ કરી શકે છે. જયારે બીજા તબક્કામાં 15 કી.મી.ની રેન્જ છે. એટલે હવે જો ભારતીય સૈન્ય ચાહે તો ઉડતા પંછી જેવા યુધ્ધ વિમાનો જહાજોને તોડી પાડી શકે છે.

રિલેટેડ ન્યૂઝ