SCOની બેઠકમાં પણ પાકિસ્તાને જૂનાગઢ સાથેનો નકશો રજૂ કર્યો !

SCO દેશોના ગજઅની ઓનલાઇન બેઠક છોડી દોભાલ જતા રહ્યા

(પ્રતિનિધી દ્વારા)
નવી દિલ્હી તા. 15
પાકિસ્તાન ભારતને ડગલે ને પગલે દુનિયાને ભ્રમમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે
પણ શાંધાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જઈઘ)ના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ફરી એકવાર પાકિસ્તાને હળહળતુ જુઠ્ઠાણું ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનની આ હરકત પર ડોવાલે તેમને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.
પાકિસ્તાને આજે જઈઘની બેઠકમાં એક કાલ્પનિક નકશો રજુ કર્યો હતો. પાકિસ્તાનની આ હરકતથી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે તો બેઠક જ અધવચ્ચે છોડી દીધી હતી.
આજે જઈઘના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની ઓનલાઈન વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. તેમાં ફરી એકવાર પાકિસ્તાને અવળચંડાઈ કરી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે બેઠકમાં જાણી જોઈને એક કાલ્પનિક નકશો રજુ કર્યો હતો. આ નકશાને પાકિસ્તાન સતત પ્રચારિત અને પ્રસારિત કરતુ રહે છે. પાકિસ્તાનની આ હરકત પર ભારતે આકરો વિરોધ નોંધાવતા બેઠક અધવચ્ચે જ છોડી દીધી હતી. ડોવાલ અધવચ્ચે જ બેઠક છોડીને જતા રહ્યાં હતાં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે આ બેઠકની અધ્યક્ષતા રશિયા કરી રહ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ