દેશભરની યુનિ.માં 1 નવે.થી નવું સત્ર

UG-PGના હંગામી કેલેન્ડરને મંજૂરી

(જી.એન.એસ)
ન્યુ દિૃલ્હી,તા.૨૩
યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક સત્રના હંગામી કેલેન્ડરને ફાઈનલ મંજૂરી આપી છે. કોરોનાના કારણે આ વર્ષે દૃેશભરની યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક સત્ર ૧લી નવેમ્બરથી શરૂ થશે. એડમિશન ઓક્ટોબર અંત સુધીમાં પુરા કરવાના રહેશે. જ્યારે વેકન્ટ સીટ ૩૦મી નવેમ્બર સુધીમાં ભરી લેવાની રહેશે.
જો કે કોલેજો ક્યારે ખૂલશે તેની કોઈ ગાઈડલાઈન યુજીસીએ જાહેર કરી નથી. એકેડેમિક કેલેન્ડર પ્રમાણે યુજી અને પીજીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન ઓક્ટોબર અંત સુધીમાં પુરા કરવાના રહેશે. બાકીની ખાલી બેઠકો પર પ્રવેશની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર રહેશે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સત્ર ૧લી નવેમ્બરથી શરૂ થશે.
યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે એડમિશન પ્રોસેસ તા.૩૧-૧૦-૨૦૨૦ સુધીમાં પુરી કરવાની રહેશે. ફ્રેશ બેચ-ફર્સ્ટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓના વર્ગનો આરંભ તા.૧-૧૧-૨૦ના રોજ થશે. પરીક્ષાની તૈયારી માટેની રજા તા.૧-૩-૨૦૨૧ થી તા.૭-૩-૨૦૨૧ સુધી રહેશે. પરીક્ષા તા.૮-૩-૨૦૨૧ થી તા.૨૬-૩-૨૦૨૧ સુધીમાં લેવાની રહેશે. સેમેસ્ટર બ્રેક તા.૨૭-૩-૨૧ થી તા.૪-૪-૨૧ સુધી રહેશે. ઈવન સેમેસ્ટરની શરૂઆત તા.૫-૪-૨૧થી થશે. પરીક્ષાની તૈયારી માટેની રજા તા.૧-૮-૨૧ થી તા.૮-૮-૨૧ સુધી રહેશે. પરીક્ષાનું સંચાલન તા.૯-૮-૨૧ થી તા.૨૧-૮-૨૧ સુધી થશે.

રિલેટેડ ન્યૂઝ